Israel Attack on Iran: ઈરાન પર ઈઝરાયલી હુમલામાં ઈરાનના સશસ્ત્ર દળોના ચીફ ઓફ સ્ટાફ મોહમ્મદ બાઘેરીનું અવસાન થયું છે. આ હુમલા દરમિયાન ઈઝરાયલી સેનાએ ઈરાનના મુખ્ય લક્ષ્યો પર હુમલો કર્યો છે, જેમાં લશ્કરી મુખ્યાલય, પરમાણુ સ્થળો, આઈઆરજીસી સહિત ટોચના લશ્કરી કમાન્ડરો, પરમાણુ વૈજ્ઞાનિકોનો સમાવેશ થાય છે.

Israel Attack on Iran: ઈરાન પર ઈઝરાયલી હુમલામાં ઈરાનના સશસ્ત્ર દળોના ચીફ ઓફ સ્ટાફ મોહમ્મદ બાઘેરીનું અવસાન થયું છે. આ હુમલા દરમિયાન ઈઝરાયલી સેનાએ ઈરાનના મુખ્ય લક્ષ્યો પર હુમલો કર્યો છે, જેમાં લશ્કરી મુખ્યાલય, પરમાણુ સ્થળો, આઈઆરજીસી સહિત ટોચના લશ્કરી કમાન્ડરો, પરમાણુ વૈજ્ઞાનિકોનો સમાવેશ થાય છે.

ઇઝરાયલે ઇરાન પર હુમલો કર્યો છે. ઇઝરાયલી સેનાએ ઇરાનની રાજધાની તેહરાન પર બોમ્બથી હુમલો કર્યો છે. આ ઉપરાંત ઇઝરાયલે ઇરાની લશ્કરી ઠેકાણાઓ અને પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. ઇઝરાયલે શુક્રવારે સવારે કહ્યું કે તેણે ઇરાન પર હુમલો કર્યો છે. ઇરાની મીડિયાએ અહેવાલ આપ્યો છે કે તેહરાનમાં વિસ્ફોટોના અવાજો સંભળાયા છે.

ઇઝરાયલે કહ્યું હતું કે તે તેહરાન દ્વારા મિસાઇલ અને ડ્રોન હુમલાની અપેક્ષાએ ઇમરજન્સી જાહેર કરી રહ્યું છે. ઇઝરાયલી લશ્કરી અધિકારીએ કહ્યું હતું કે ઇઝરાયલ "ડઝન" પરમાણુ અને લશ્કરી લક્ષ્યો પર હુમલો કરી રહ્યું છે. ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું છે કે ઇઝરાયલે ઇરાન માટે પરમાણુ બોમ્બ બનાવતા વૈજ્ઞાનિકો પર પણ હુમલો કર્યો છે.

ઇઝરાયલી પરમાણુ વૈજ્ઞાનિકોને નિશાન બનાવ્યા

નેતન્યાહૂએ કહ્યું કે અમે નતાંજમાં ઇરાનના મુખ્ય પરમાણુ પ્લાન્ટને નિશાન બનાવ્યો, અમે ઇરાની બોમ્બ બનાવવા પર કામ કરતા મુખ્ય ઇરાની પરમાણુ વૈજ્ઞાનિકોને નિશાન બનાવ્યા અને અમે ઇરાની બેલિસ્ટિક મિસાઇલ કાર્યક્રમના કેન્દ્ર પર પણ હુમલો કર્યો છે. આ હુમલા પછી નેતન્યાહૂએ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે હું રાષ્ટ્રપતિ ટ્રમ્પનો તેમના નેતૃત્વ અને ઇરાનના પરમાણુ કાર્યક્રમનો સામનો કરવા બદલ આભાર માનવા માંગુ છું.

ઇઝરાયલી હુમલામાં ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સના ચીફ કમાન્ડર હુસૈન સલામી પણ માર્યા ગયા છે. ઈરાની મીડિયાએ આ વાતની પુષ્ટી કરી છે. ઈરાનનું રિવોલ્યુશનરી ગાર્ડ આ દેશના મુખ્ય શક્તિ કેન્દ્રોમાંનું એક છે. તે ઈરાનના બેલિસ્ટિક મિસાઈલોના શસ્ત્રાગારને પણ નિયંત્રિત કરે છે.

ધ ટાઈમ્સ ઓફ ઈઝરાયલ અનુસાર, સલામી ઉપરાંત ઈરાનના લશ્કરી વડા મોહમ્મદ બાઘેરી, સેનાના ટોચના અધિકારીઓના અન્ય સભ્યો અને વરિષ્ઠ પરમાણુ વૈજ્ઞાનિકો પણ ઈરાન પરના પ્રારંભિક IDF હુમલામાં માર્યા ગયા હતા.

જો આપણે હમણાં પગલાં નહીં લઈએ, તો આગામી પેઢી નહીં આવે

નેતન્યાહુએ કહ્યું હતું કે 'જ્યાં સુધી જરૂર પડશે ત્યાં સુધી' આ કાર્યવાહી ચાલુ રહેશે. તેમણે કહ્યું કે જો આપણે હમણાં પગલાં નહીં લઈએ, તો આગામી પેઢી નહીં આવે.  ઈઝરાયલના સંરક્ષણ પ્રધાને ઈરાન પરના હુમલા બાદ સમગ્ર દેશમાં ઇમરજન્સી જાહેર કરી છે. તેમણે ચેતવણી આપી હતી કે ઈઝરાયલ અને તેની નાગરિક વસ્તીને નિશાન બનાવતા મિસાઈલ અને ડ્રોન હુમલા ખૂબ જ ટૂંક સમયમાં થશે. તેમણે સમગ્ર દેશના સ્થાનિક મોરચે આ કટોકટીની સ્થિતિ લાગુ કરવા માટે એક ખાસ આદેશ પર હસ્તાક્ષર કર્યા.