ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ઈઝરાયલની એક મહિલાએ ખુલાસો કર્યો હતો કે હમાસનો એક આતંકવાદી તેની સાથે લગ્ન કરવા માંગતો હતો. ટાઈમ્સ ઓફ ઈઝરાયેલ અનુસાર, 18 વર્ષની નોગા વીસને (Noga Weiss) ગયા વર્ષે ગાઝામાં 50 દિવસ સુધી બંધક બનાવીને રાખવામાં આવી હતી. બાદમાં તેને એક કરાર હેઠળ મુક્ત કરવામાં આવી હતી.
' મારા બાળકોને જન્મ આપીશ?'
નોગા વીસે દાવો કર્યો હતો કે બંધક બનાવનારામાંથી એક અપહરણકર્તાએ તેને રિંગ આપીને પ્રપોઝ કર્યું હતું અને પૂછ્યું હતું કે શું તે ગાઝામાં હંમેશા માટે રહેશે અને તેના બાળકોને જન્મ આપીશ? નોગાએ જણાવ્યું કે તેણે લગ્ન કરવા માટે તેની ગુમ થયેલી માતા સાથે મુલાકાત કરાવી હતી.
ટાઈમ્સ ઓફ ઈઝરાયલને તેણે કહ્યું હતુ કે તેણે એક ઈન્ટરવ્યૂ દરમિયાન આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું હતું કે હું 14 દિવસ સુધી કેદમાં રહી હતી જ્યારે તેણે મને એક વીંટી આપી અને કહ્યું કે, 'બધાને છોડી દેવામાં આવશે, પરંતુ તું અહીં મારી સાથે રહીશ અને મારા બાળકોને જન્મ આપજે.
'પ્રપોઝલ સાંભળીને તે હસવા લાગી જેથી...'
જ્યારે નોગાને પૂછવામાં આવ્યું કે તેણે પ્રપોઝનો શું જવાબ આપ્યો હતો? તેણે કહ્યું- 'મેં હસવાનો ડોળ કર્યો જેથી તે મારા માથામાં ગોળી ના મારે'. તેણે વધુમાં જણાવ્યું હતું કે નોગાએ શરૂઆતમાં શાંતિથી પ્રપોઝને નકારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બાદમાં તેણે આતંકવાદી પર બૂમો પાડી હતી.
નોંધનીય છે કે સાત ઓક્ટોબરના રોજ હમાસે ઇઝરાયલ પર હુમલો કર્યો હતો. નોગાના પિતા 56-વર્ષીય ઇલાન ઇમરજન્સી સ્ક્વોડમાં સામેલ થવા રવાના થયા હતા. જો કે, તે ક્યારેય પાછા ફર્યા નથી. તે હુમલા દરમિયાન માર્યા ગયા હતા અને તેમના મૃતદેહને ગાઝામાં લઈ જવામાં આવ્યા હતા. જ્યારે હમાસના આતંકવાદીઓએ તેમના દરવાજા પર ફાયરિંગ કર્યું હતું. હમાસના આતંકીઓ તેની માતા શિરીને સાથે લઇ ગયા હતા
ઘરમાં આગ લાગતા બહાર આવવું પડ્યું
નોગાએ આગળ કહ્યું- જ્યારે તેઓ માતાને બહાર લઈ ગયા ત્યારે મેં ફાયરિંગનો અવાજ સાંભળ્યો. મને લાગ્યું કે તેની હત્યા કરવામાં આવી છે, પરંતુ તે જીવિત છે. જેમ જેમ આતંકવાદીઓ ઘરોને આગ લગાવી રહ્યા હતા, નોગાને છૂપાવવાના પ્રયત્નો છતાં તેને ઘર છોડવું પડ્યું, આખરે તેને બંધક બનાવવામાં આવી હતી.
'50 દિવસ સુધી અલગ-અલગ ઘરમાં રાખવામાં આવ્યા'
નોગાએ કહ્યું હતું કે 'લગભગ 40 આતંકવાદીઓએ મને ઘેરી લીધી અને તેઓએ મારા હાથ બાંધી દીધા.જ્યારે તેઓ મને લઈ જઈ રહ્યા હતા ત્યારે મેં કિબુત્ઝમાં જે લોકોના મૃતદેહ જોયા હતા, થોડીવાર પછી તેઓ મને કારમાં બેસાડી અને દૂર લઈ ગયા હતા. મને હિજાબ પહેરવાની ફરજ પાડવામાં આવતી અને અપહરણકર્તાઓના હાથ પકડવાનું કહેવામાં આવતું જેથી લોકો વિચારે કે તેઓ પરિણીત છે.