વોશિંગ્ટનઃ વિશ્વમાં સૌ પ્રથમ ચીનમાં અને પછી સમગ્ર દેશમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસનો પ્રકોપ હજુ સમ્યો નથી. ભારત તો તેની સૌથી મોટી કિંમત ચૂકવી રહ્યો છે ત્યારે ચીનમાં હવે લગભગ બધુ જ રાબેતા મુજબ થઈ ગયું છે.


એક નવા રિસર્ચ પ્રમાણે આ વાયરસ ચીનના વૈજ્ઞાાનિકોએ એક લેબોરેટરીમાં બનાવ્યો હતો. જ્યાંથી તે લીક થઈ ગયો હતો. હવે તે આખી દુનિયામાં તબાહી મચાવી રહ્યો છે. સાયન્સ રિસર્ચ મેગેઝિન બુલેટિન ઓફ એટોમિક સાયન્ટિસ્ટમાં પ્રકાશિત લેખમાં વૈજ્ઞાાનિક લેખક નિકોલસ વેડે દાવો કર્યો છે કે, કોરોના વાયરસની વુહાનની બીએએસટુ નામની લેબોરેટરીમાં બનાવાયો હતો.


નિકોલસ વેડ કે જેઓ જાણીતા બ્રિટિશ લેખક અને વિજ્ઞાન ને લગતી બાબતો પર લખતા સંપાદક છે. તેમણે કહ્યું કે ચીનની ‘વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી’ ના સંશોધનકારો માનવ કોષોને ચેપ લગાવવાનો પ્રયોગ કરી રહ્યા હતા અને ઉંદરો પર પ્રયોગ કરી રહ્યા હતા. આના કારણે જ કોવિડ ૧૯ જેવા વાયરસ પેદા થવાની આશંકા છે.


વેડે જણાવ્યું હતું કે પુરાવાએ એવી સંભાવનાની પુષ્ટિ કરી છે કે વાયરસ તે પ્રયોગશાળામાં બનાવવામાં આવ્યો હતો જ્યાંથી તે ફેલાયો હતો. પરંતુ તેની પુષ્ટિ કરવા માટે પૂરતા પુરાવા નથી.તેમણે કહ્યું કે ઘણા લોકો વાકેફ છે કે વાયરસના ઉત્પત્તિ વિશે બે મુખ્ય પૂર્વધારણા બનાવવામાં આવી રહી છે. એક એવી સંભાવના કે તે વન્યજીવનથી માણસોમાં કુદરતી રીતે ફેલાયો હોય શકે છે અને બીજું અનુમાન તે છે કે વાયરસનો પ્રયોગશાળા જ્યાંથી ફેલાયો ત્યાં તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. વુહાન ચીનના મુખ્ય કોરોના વાયરસ સંશોધન કેન્દ્રનું ઘર છે, જ્યાં સંશોધનકારો માનવ કોષો પર હુમલો કરવા ચામાચીડિયા સંબંધિત કોરોના વાયરસ બનાવી રહ્યા હતા.


નિકોલસે આ દાવો કરવા માટે વુહાન ઈન્સ્ટિટયુટ ઓફ વાયરોલોજીને ભંડોળ પુરૂ પાડનાર અમેરિકન સંસથા ઈકોહેલ્થ એલાયન્સ ઓફ ન્યૂયોર્કના અધ્યક્ષ ડો.પીટર ડાસ્જેકના ઈન્ટરવ્યૂને આધાર બનાવ્યો છે. જેમાં પીટર ડાસ્જેકે ખુલાસો કર્યો હતો કે, વુહાન લેબમાં સ્પાઈક પ્રોટિનનુ રિપ્રોગ્રામિંગ અને ઉંદરોને સંક્રમિત કરનારા કાઈમેરિક કોરોના વાયરસ તૈયાર કરવામાં આવે છે. છેલ્લા સાત વર્ષ દરમિયાન આ લેબોરેટરીમાં સાર્સ સાથે સબંધ ધરાવતા 110 જેટલા નવા કોરોના વાયરસ શોધવામાં આવ્યા છે. આ પૈકી કેટલાક વાયરસના હયુમન સેલ પર પણ અખતરા કરાયા હતા.


અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત ઘણા લોકોએ પણ ભય વ્યક્ત કર્યો છે કે ચીનમાં એક પ્રયોગશાળામાંથી વાયરસ ફેલાયો છે.