Michael Cohen Statement: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પૂર્વ એટર્ની માઈકલ કોહેને ટ્રમ્પ પરિવારને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે, જમાઈ જેરેડ કુશનર અને પુત્રી ઈવાન્કા ટ્રમ્પ પોતાને ડોનાલ્ડ ટ્રમ્પથી અલગ કરવા માંગે છે. એવી પણ અટકળો છે કે, પુત્રી ઇવાન્કા તેમના પતિ કુશનરને બચાવવા પિતા ડોનાલ્ડ ટ્રમ્પથી જ અંતર રાખી રહી છે.
કોહેને કહ્યું હતું કે, જેરેડ કુશનર અને ઈવાન્કા તેમની વિરુદ્ધ થઈ રહ્યા છે. કારણ કે, મોટાભાગના સાક્ષીઓ 6 જાન્યુઆરીના કેપિટોલ હિલ રમખાણો દરમિયાન તેમની ભૂમિકા જાહેર કરી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે રાષ્ટ્રપતિ હતા ત્યારે જેરેડ કુશનરે તેમના વરિષ્ઠ સલાહકારની ભૂમિકા ભજવી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનરને લઈ અનેક દાવા
એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનરે ન્યાય વિભાગ (DOJ)ના વિશેષ સલાહકાર જેક સ્મિથ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસના ભાગરૂપે ગ્રાન્ડ જ્યુરી સમક્ષ જુબાની આપી હતી. જુબાની દરમિયાન એમ પણ કહેવામાં આવ્યું હતું કે, શું ડોનાલ્ડ ટ્રમ્પે અંગત રીતે 2020ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો બાઈડન સામે હાર્યાની વાત સ્વીકારી છે? તેમ છતાં ખોટા સમાચાર ફેલાવવામાં આવ્યા હતા કે, ચૂંટણીમાં ગેરરીતિ થઈ હતી.
માઈકલ કોહેને ન્યૂઝવીકને જણાવ્યું હતું કે, જેરેડ અને ઈવાન્કાએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વરિષ્ઠ સલાહકાર તરીકેના તેમના હોદ્દાનો લાભ લીધો છે અને હકીકત એ છે કે, તેઓ બંને નોંધપાત્ર તપાસના દાયરા હેઠળ નથી, જેથી મને હવે પાક્કુ લાગે છે કે, તેઓ બાતમીદારો છે.
માઈકલ કોહેને બીજું શું કહ્યું?
CNN સાથે વાત કરતા માઈકલ કોહેને કહ્યું હતું કે, જેક સ્મિથ શા માટે જેરેડ કુશનરને ટેબલ પર લાવશે જ્યાં સુધી તમે જેરેડ શું કહેવા જઈ રહ્યા છો તે પહેલાથી જ જાણતા નથી. માઈકલ કોહેને કહ્યું હતું કે, એવો કોઈ જ રસ્તો નથી કે જેક સ્મિથ જેરેડને મહાભિયોગ ચલાવવા માટે ત્યાં લાવે. તેમણે આગલ ઉમેર્યું હતું કે, તેમની પાસે જે માહિતી અથવા જુબાની છે, ગ્રાન્ડ જ્યુરી સિસ્ટમ તે રીતે કામ કરતી નથી. ડોનાલ્ડ ટ્રમ્પ સામે તપાસ ચાલુ હોવાથી જેરેડ કુશનર અને ઇવાન્કા ટ્રમ્પ પોતાને અલગ કરવા માંગે છે.