નવી દિલ્હીઃ ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર જી-4 વિદેશ મંત્રીઓની બેઠક અને જી-20 બેઠકમાં ભાગ લેશે. બેઠકમાં અફઘાનિસ્તાનની બદલાયેલી સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે. ન્યૂયોર્કમાં વિદેશમંત્રી જયશંકર અફઘાનિસ્તાન પર બેઠકોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. અન્ય દેશના વિદેશમંત્રીઓ સાથે પણ જયશંકરે અફઘાનિસ્તાન પર ચર્ચા કરી હતી.


એક સૂત્રએ એએનઆઇને જણાવ્યું કે અફઘાનિસ્તાન પર ચર્ચાની બે બાજુ છે. એક દેશમાંથી ઉદ્ભવેલો સુરક્ષા ખતરો અને બીજો અફઘાનિસ્તાનમાં માનવીય ખાદ્ય સંકટ અને દુકાળ જેવી પરિસ્થિતિ જે દેશને જોઈ રહી છે.


અફઘાનિસ્તાનની સત્તામાં હક્કાનીના પ્રભુત્વ માટે પાકિસ્તાની જાસૂસી એજન્સી આઇએસઆઇની ભૂમિકા અને પાકિસ્તાન સમર્થિત યુએન પ્રતિબંધિત આતંકી જૂથો લશ્કર-એ-તોઇબા, જૈશ-એ-મોહમ્મદની ગતિવિધિઓમાં વધારો થતા (ઇસ્લામિક સ્ટેટ-ખોરાસન) ભારત જેવા દેશોની સુરક્ષા માટે ખતરો વધ્યો છે.


ભારત વિશ્વના નેતાઓ સમક્ષ એ વાત મુકવાનો પ્રયાસ કરશે કે કોઇ પણ દેશ વિરુદ્ધ આતંકવાદી જૂથો દ્ધારા અફઘાનિસ્તાનની ભૂમિનો ઉપયોગ કરવામાં આવે નહીં અને સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવ 2593 યુએન રિઝોલ્યુશન માટે પ્રેરક નિર્દેશ હોવો જોઇએ.


યુએનએસસીમાં ભારતની અધ્યક્ષતા દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર પ્રસ્તાવ 2593 પસાર કરવામાં આવ્યો હતો. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે અફઘાન ક્ષેત્રનો ઉપયોગ કોઇ અન્ય દેશોને ધમકાવા અથવા હુમલો કરવા અથવા આતંકવાદીઓને શરણ આપવા અને ટ્રેનિગ માટે થવો જોઇએ નહીં. તે સિવાય કહેવામાં આવ્યું હતુ કે નાગરિકોની અવરજવર મુક્ત રીતે થવી જોઇએ અને લઘુમતીઓ, મહિલાઓ અને બાળકોના અધિકારીઓની રક્ષા થવી જોઇએ. વડાપ્રધાન મોદીની અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાનના નેતાઓ સાથેની  બેઠકમાં પણ અફઘાનિસ્તાન મુદ્દે ચર્ચા થઇ શકે છે. ભારત અફઘાનિસ્તાનના લોકો સાથે એકતા પણ વ્યક્ત કરશે અને કોઈપણ માનવીય સહાયતામાં યોગદાન આપશે. ભારત વિતરણ પ્રક્રિયામાં સંયુક્ત રાષ્ટ્રની આગેવાની હેઠળની સંસ્થાઓની ભૂમિકાને પણ રેખાંકિત કરશે.


 


ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણયઃ કુદરતી આફત સમયે કોને મળશે 50 હજારની સહાય?


Compensation For Covid Deaths: કોરોનાથી થયેલા મોત પર સરકારે વળતર કર્યું નક્કી, પીડિત પરિવારને કેટલા હજાર રૂપિયા મળશે?


Gujarat Corona Cases: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 20 કેસ નોંધાયા, જાણો કેટલા લોકોને રસી અપાઇ?