નવી દિલ્લી : PM મોદી આજે અમેરિકા જવા રવાના થયા. તેઓ 24 સપ્ટેમ્બરે જો બાઇડેન સાથે મુલાકાત કરશે, છેલ્લી વખત 26 એપ્રિલે  જો બાઇડન સાથે ફોન પર વાતચીત થઇ હતી.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ દિવસીય અમેરિકા પ્રવાસે છે. આજે તેઓ નવી દિલ્લીથી અમેરિકા જવા રવાના થયા છે. તેઓ ક્વાડ નેતાઓની સમિટમાં ભાગ લેશે. તેમજ દ્વપક્ષીય બેઠક કરશે અને સંયુકત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે. 23 સપ્ટેમ્બરે PM મોદી અમેરિકા પહોંચશે.


24 સપ્ટેમ્બરે અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડેન સાથે PM મોદી મુલાકાત કરશે. બંને નેતા વચ્ચે દ્વપક્ષીય વાતચીત કટ્ટરપંથી અને આતંકવાદ મુદ્દે થશે. ક્ષેત્રીય સમસ્યાના નિવારણ મુદ્દે ચર્ચાં થશે. અફઘાનિસ્તાનના ઘટનાક્રમ વિશે પણ ચર્ચા થઇ શકે છે.


હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે દ્વીપક્ષીય મુલાકાતમાં અફઘાનિસ્તાન, આતંકવાદ, ઈન્ડો-પેસિફિક એન્ડ ક્લાયમેટ ચેંજ જેવા મુદ્દા  પર વાત થઈ શકે છે. મોદીની એડવાન્સ ટીમ 9 સપ્ટેમ્બરે યુએસ જાય તેવી શક્યતા છે. વોશિંગ્ટનમાં 23 સપ્ટેમ્બરે જો બાઇડેન સાથે મુલાકાત કરીને મોદી પ્રવાસની સત્તાવાર શરૂઆત કરી શકે છે. QUAD પાર્ટનર્સ સાથે બીજા દિવસે મીટિંગ અને ભારત પરત આવવા નીકળે તે પહેલા 25 સપ્ટેમ્બરે યુએનની જનરલ એસેમ્બલીને સંબોધન કરી શકે છે. માર્ચ, 2021 બાદ પીએમ મોદીનો આ પ્રથમ વિદેશ પ્રવાસ હશે. માર્ચ મહિનામાં તેઓ બાંગ્લાદેશના પ્રવાસે ગયા હતા.



અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારને ધ્યાનમાં રાખીને પીએમ મોદીની આ યાત્રા મહત્વપૂર્ણ હશે. પીએમ મોદી જો બાઇડેન સાથે મુલાકાત ઉપરાંત અમેરિકાના ટોચના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી શકે છે. અમેરિકા પ્રવાસ પર મોદીનો એજન્ડા અફઘાનિસ્તાન સંકટ અને ચીન પર રહેશે.


2019માં હાઉડી મોદી


આ પહેલા 2019ના સપ્ટેમ્બરમાં મોદી અમેરિકા પ્રવાસે ગયા હતા. ત્યારે તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાઉડી મોદી કાર્યક્રમનો સંબોધન કર્યુ હતું. જેમાં તમણે અબકી બાર ટ્રમ્પ સરકાર નારો આપ્યો હતો. જે ચૂંટણીમાં કામ નહોતો આવ્યો અને ટ્રમ્પની હાર થઈ હતી. હવે જો પ્રધાનમંત્રીનો આ કાર્યક્રમ નક્કી થશે તો બે વર્ષ બાદ તેઓ ફરી અમેરિકા પ્રવાસે જશે.