Japan Flight Fire: જાપાનમાં લેન્ડિંગ વખતે પ્લેનમાં આગ લાગી હતી. આ ઘટના ટોક્યો એરપોર્ટ પર બની હતી. આ દુર્ઘટના કયા કારણોસર થઈ તે હજુ સ્પષ્ટ થયું નથી. જો કે, જાપાની ન્યૂઝ એજન્સી NHKએ અકસ્માત અંગે મોટી માહિતી આપી છે. NHKએ અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે લેન્ડિંગ બાદ પ્લેન અન્ય પ્લેન સાથે અથડાવાને કારણે આગ લાગી હોવાની આશંકા છે.


NHK મીડિયાએ આ ઘટનાના ફૂટેજ જાહેર કર્યા છે. આમાં પ્લેનની બારી નીચેથી જ્વાળાઓ બહાર આવતી જોઈ શકાય છે. જાપાની મીડિયા અનુસાર, જે ફ્લાઈટમાં આગ લાગી હતી તેનો નંબર JAL 516 હતો અને આ ફ્લાઈટ હોકાઈડોથી ઉડાન ભરી હતી. જાપાન એરલાઇન્સની ફ્લાઇટ 516 જાપાનના સ્થાનિક સમય અનુસાર 16:00 વાગ્યે ન્યૂ ચિટોઝ એરપોર્ટથી ઉપડી અને 17:40 વાગ્યે હનેડામાં લેન્ડ થવાની હતી.




આ ઘટનાના વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ફાયર બ્રિગેડ આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી છે. સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ હજુ સુધી એ જાણી શકાયું નથી કે કેટલા લોકો ઘાયલ થયા છે.




જાપાન ટાઈમ્સ અનુસાર, ફ્લાઈટમાંથી કુલ 367 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.