Japan New Sanctions On NK: જાપાને (Japan) હવે ઉત્તર કોરિયા (North Korea) પર નવા પ્રતિબંધો લગાવવાનો ફેંસલો કર્યો છે. મંગળવારે મુખ્ય કેબિનેટ સચિવ હિરોકાજૂ માત્સુનોએ બતાવ્યુ કે જાપાન મિસાઇલોના વિકેસમાં સામેલ સમૂહોની સંપતિને ફ્રિઝ કરીને ઉત્તર કોરિયા વિરુદ્ધ વધારાના પ્રતિબંધો લગાવશે. માત્સુનોએ કહ્યું - અમે ઉત્તર કોરિયાની વારંવારની ઉકસાવનારી કાર્યવાહીને સહન નથી કરી શકતા, જેનાથી જાપાનની સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને ખતરો છે.
જાપાનની ઉપર છોડી હતી ઉત્તર કોરિયાએ મિસાઇલો -
જાપાને નવા પ્રતિબંધો લગાવવાનો ફેંસલો ત્યારે લીધો જ્યારે ઉત્તર કોરિયા છેલ્લા કેટલાક દિવસોથી સતત મિસાઇલો ટેસ્ટિંગ કરી રહ્યું છે. સ્થિતિ એટલી બગડી ગઇ છે કે ઉત્તર કોરિયાએ જાપાનની ઉપરથી મિસાઇલો ફાયર ટેસ્ટિંગ કરવાનુ શરૂ કરી દીધુ છે. આ પછી જાપાનમાં સુરક્ષાને લઇને સ્થિતિ ચિંતાજનક બની ગઇ હતી. જાપાનને ઇમર્જન્સી એલર્ટ સુધી જાહેરાત કરવી પડી હતી. આ જ કારણ છે કે હવે જાપાને ઉત્તર કોરિયા વિરુદ્ધ નવા પ્રતિબંધો લગાવવાનો ફેંસલો કર્યો છે.
એપ્રિલમાં પમ લગાવવામાં આવ્યા હતા પ્રતિબંધો -
આ પહેલા, એપ્રિલ મહિનામાં પણ જાપાને ઉત્તર કોરિયા પર મિસાઇલ ડેવલપમેન્ટ (Missile Development)ને લઇને પ્રતિબંધો લગાવ્યા હતા, સરકારે પ્યૉંગપાંગના પરમાણું અને મિસાઇલ વિકાસ કાર્યક્રમોમાં સામેલ થવા માટે ચાર રશિયન વ્યક્તિઓની સંપતિને ફ્રિઝ કરીને ઉત્તર કોરિયા વિરુદ્ધ પ્રતિબંધોનો વિસ્તાર કર્યો હતો.
North Korea: બેકાબૂ થયો તાનાશાહ કિમ જોંગ ઉન, જાપાનની ઉપરથી છોડી બે ઘાતક મિસાઇલ, લોકોમાં ભય -
North Korea Missile Test: ઉત્તર કોરિયાએો પોતાના હથિયારોનુ ટેસ્ટિંગ કરવાની સીરીઝમાં વધુ એક મિસાઇલ જાપાન (Japan)ની ઉપરથી છોડીને ભયનો માહાલો ઉભો કરી દીધો છે. ઉત્તર કોરિયાએ પ્રશાંત મહાસાગર (Pacific Ocean)માં જાપાનની ઉપરથી આને છોડી છે, કિંમ જોંગ ઉન (Kim Jong-un)ની હરકતથી જાપાનમાં હડકંપ મચી ગયો છે અને લોકોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો છે. જાપાનના પ્રધાનમંત્રી ફૂમિયો કિશિદા (Fumio Kishida ) એ ઉત્તર કોરિયાના આ મિસાઇલ ટેસ્ટની નિંદા કરી છે. જાપાનમાં ઇમર્જન્સીમાં કેટલાક વિસ્તારોમાં ટ્રેનોને રોકી દેવામાં આવી છે.
રિપોર્ટ્સ અનુસાર, ઉત્તર કોરિયાએ 10 દિવસની અંદર આ પાંચમી બેલેસ્ટિક મિસાઇલ પરીક્ષણ કર્યુ છે, એવી અટકળો છે કે તાનાશાહ કિમ જોંગ ઉન તે પાંચ વર્ષમાં પોતાના પહેલા પરમાણુ પરીક્ષણ માટે કમ કરી રહ્યો છે.
ઉત્તરી જાપાનમાં લોકોમાં ભય, સુરક્ષિત વિસ્તારોમાં જવા કહેવાયુ -
ઉત્તર કોરિયન મિસાઇલો વિશે જાપાની કૉસ્ટલ ગાર્ડ અને દક્ષિણ કોરિયાની જૉઇન્ટ ચીફ્સ ઓફ સ્ટાફને જાણવા મળ્યુ છે કે, આ પછી ઉત્તરી જાપાનના નિવાસીઓને સલાહ આપવામાં આવી છે કે, તે સુરક્ષિત જગ્યાઓ પર શરણ લઇ લે. ઉત્તર-પૂર્વી હોક્કાઇડો અને આઓમોરી ક્ષેત્રોમાં ટ્રેન સેવાઓ સ્થાયી રીતે રોકી દેવામાં આવી છે.
22 મિનીટ સુધી હવામાં રહી મિસાઇલ-
જાપાનના સાર્વજનિક પ્રસારક એનએચકે કહ્યું કે મિસાઇલે લગભગ 4,000 કિલોમીટર સુધી ઉડાન ભરી અને 1,000 કિલોમીટરની ઉંચાઇ સુધી ગઇ, જે લગભગ 22 મિનીટ સુધી હવામાં રહ્યા બાદ પ્રશાંત મહાસાગરમાં પડી, આને ચીની સીમાની પાસેથી ઉત્તરમાં લૉન્ચ કરવામાં આવી હતી.