નવી દિલ્હીઃ દુનિયાના ચીન અને ભારત જેવા દેશોમાં વસતી નિયંત્રણ માટે સરકાર અવનવા કાર્યક્રમો કરી રહી છે, ત્યારે તેનાથી સાવ ઉંઘુ જાપાનમાં જોવા મળી રહ્યાં છે. જાપાનની સરકારે દેશમાં વસતી વધે તે માટે ખાસ રોકડ રકમની સહાય આપવાની જાહેરાત કરી છે. જાપાનમાં સરકારે ઘર વસાવીને લગ્નજીવન શરૂ કરવા ઈચ્છુક યુગલોને છ લાખ યેન એટલે કે આશરે રૂ. સવાચાર લાખ સુધીની રકમ આપવાની જાહેરાત કરી છે.

જાપાનની સરકારે આ પ્રોત્સાહક રકમ આપવાનુ એટલા માટે નક્કી કર્યુ છે કે લોકો લગ્ન કરીને દેશમાં ઝડપથી બાળકો પેદા કરે,જેના કારણે દેશમાં ઝડપથી ઘટતા જતા જન્મદર પર કાબૂ મેળવી શકાય. વસતી વધારવા માટે જાપાન સરકાર આગામી એપ્રિલમાં મોટેપાયે જાહેર કાર્યક્રમ શરૂ કરવા જઈ રહી છે. એક રિપોર્ટ પ્રમાણે, જાપાનમાં જન્મદરનુ પ્રમાણ સતત ઘટી રહ્યું છે. ગયા વર્ષે જાપાનમાં ઐતિહાસિક રીતે સૌથી ઓછા 8,65,000 બાળકોને જન્મ થયો હતો. આ જન્મની તુલનામાં મૃત્યુનો આંકડો 5.12 લાખથી વધુ હતો. આ પણ જન્મ અને મૃત્યુમાં અત્યાર સુધીનો સૌથી મોટું અંતર છે.

સરકારને આશા છે કે આ વર્ષે જન્મદર ગયા વર્ષના 1.42%થી થોડો વધુ 1.8% સુધી રહેશે. જાપાનની વસતિ 12.68 કરોડ છે. વસતિની દૃષ્ટિ જાપાન વિશ્વનો સૌથી વૃદ્ધ દેશ છે. વિશ્વમાં જાપાન પછી ઈટાલી બીજો દેશ છે, જ્યાં ઝડપથી જન્મદર ઘટી હ્યો છે. આ દેશમાં દરેક યુગને એક બાળકના જન્મ દરમિયાન સરકાર તરફથી રૂ. 70 હજારની પ્રોત્સાહક રકમ અપાય છે. આ સાથે એક યુરો એટલે કે 80 રૂપિયામાં ઘર અને વેપાર શરૂ કરવાની સુવિધા પણ અપાય છે. વસતી વધારવા માટે જાપાન સરકાર આગામી એપ્રિલમાં મોટેપાયે જાહેર કાર્યક્રમ શરૂ કરવા જઈ રહી છે.

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ