Viral Video: અમેરિકી પ્રમુખ જો બાઈડેન એક જ દિવસમાં એટલે કે 24 જ કલાકમાં બે અકસ્માતનો ભોગ બન્યા હતાં. જોકે આ દરનસીબે આ અકસ્માતો ગંભીર નહોતા. પહેલીવાર તેઓ સ્ટેજ પર ઠેબુ ખાઈને પડી ગયા. આ ઘટનાના માત્ર એક જ કલાક બાદ તેઓ ફરીવાર અકસ્માતનો ભોગ બન્યા હતાં. 


અમેરિકી પ્રમુખ જો બાઈડેન સાથે આ એક પછી એક અકસ્માતની ઘટનાઓ લગભગ બે જ કલાકમાં ઘટી હતી. એક કલાક પહેલા તેઓ જાહેર સ્થળે તો ત્યાર બાદ બીજા અકસ્માતનો ભોગ બન્યા હતા. બીજી વખતના અકસ્માતમાં પ્લેનમાંથી નીકળતી વખતે બાઈડેનનું માથું દરવાજા સાથે અથડાયું હતું. જો કે આમાં તેને કોઈ ગંભીર ઈજા થઈ નથી. લોકો તેના સ્વાસ્થ્ય અને વધતી ઉંમરને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.


અમેરિકાના રાષ્ટ્રપતિનો આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હકીકતે આ ઘટનાને વ્હાઈટ હાઉસના સાઉથ લૉનમાં બાઈડેનની રાહ જોઈ રહેલા પત્રકારોએ લાઈવ જોઈ હતી. ફોક્સ ન્યૂઝના અહેવાલ મુજબ, રાષ્ટ્રપતિ સાથે આ ઘટના ત્યારે બની જ્યારે તેઓ તેમના હેલિકોપ્ટરમાંથી બહાર નીકળી રહ્યા હતા. જો કે વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, આ અકસ્માતમાં તેમને કોઈ ગંભીર ઈજા થઈ નથી અને તે આરામથી પ્લેનમાંથી ઉતરી રહ્યા છે.


બાઈડેને પત્રકારોને કરી હતી ખાસ અપીલ


આ ઘટના બાદ અમેરિકી રાષ્ટ્રપતિએ પત્રકારોને જણાવ્યું હતું કે, સ્ટેજ પર રાખવામાં આવેલી રેતીની થેલીને કારણે તેઓ ડઘાઈ ગયા હતા. આ વિષય પર કોઈ પ્રશ્ન પૂછશો નહીં. નોંધપાત્ર વાત એ છે કે, આના થોડા કલાકો પહેલા જ ગુરુવારે બાઈડેન અમેરિકન એરફોર્સ એકેડમીના પદવીદાન સમારોહમાં ભાગ લેવા કોલોરાડો પહોંચ્યા હતા. ત્યાં તે અચાનક ડઘાઈ ગયા અને સ્ટેજ પર પડ્યા હતાં. આ ઘટના અંગે વ્હાઇટ હાઉસે એક નિવેદન જારી કરીને કહ્યું કે, તે બિલકુલ સ્વસ્થ છે, તેમને કોઈ પ્રકારની ઈજા થઈ નથી.






સ્ટેજ પર પડવાનો વીડિયો પણ થયો વાયરલ 


સ્ટેજ પર પડતા વિડિયોમાં એ પણ જોઈ શકાય છે કે, બાઈડેનની પાસે ઉભેલા અધિકારીઓએ તરત જ તેમને સંભાળી લીધા હતાં અને તેમને પાછળ ઊભા રહેવામાં મદદ કરી હતી. જે બાદ બાઈડેન કોઈ પણ ટેકા વગર ચાલતા જોવા મળ્યા હતા. તેમણે બાકીના કાર્યક્રમમાં ભાગ લીધો અને ઉભા થઈને લોકોનું અભિવાદન કર્યું હતું.