Russia Ukraine War: યૂક્રેન પર હુમલાને લઇને હવે અમેરિકા રશિયા વચ્ચે તણાવ વધી રહ્યો છે. અમેરિકા રશિયાને દરેક મોરચા પર ઘેરી રહ્યું છે, આ મુદ્દા પર પુતિન પણ પીછેહઠ નથી કરી રહ્યાં. પુતિન (Vladimir Putin) અને બાઇડેન (Joe Biden)ના એકબીજા પર પ્રહાર સામે આવી રહ્યાં છે. ફરી એકવાર અમેરિકન રાષ્ટ્રપતિ જૉ બાયડેને રશિયા અને યૂક્રેન યુદ્ધનો ઉલ્લેખ કર્યો છે. બાઇડેને કહ્યું કે દુનિયામાં શીત યુદ્ધ બાદ પહેલીવાર ફરી એકવાર પરમાણુ મહાયુદ્ધનો ખતરો મંડરાઇ રહ્યો છે. તેમને કહ્યું કે, યૂક્રેન સંઘર્ષને લઇને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને રોકવાનો રસ્તો શોધવામાં આવી રહ્યો છે. બાઇડેને પરમાણું હથિયારોના ઉપયોગ અને રશિયાની ધમકીઓને લઇને ચિંતા વ્યક્ત કરી છે.
પરમાણુ હથિયારોનો ખતરો -
અમેરિકા હવે પુતિનની હરકતોથી ગભરાયુ છે, બાયડેનને ચિંતા છે કે પરમાણું હથિયારોનો ઉપયોગ પુતિન કરી શકે છે. અમેરિકન રાષ્ટ્રપતિ બાયડેન ન્યૂયોર્કમાં એક ફન્ડ રેજિંગ ઇવેન્ટમાં સામેલ થયા હતા, જ્યાં તેમને રશિયા -યૂક્રેન યુદ્ધનો ઉલ્લેખ કર્યો હતો. તેમને કહ્યું કે, 1962 માં કેનેડી અને ક્યૂબન મિસાઇલ સંકટ બાદ પહેલીવાર મહાયુદ્ધ જેવી સંભાવનાઓ છે, આ દરમિયાન બાઇડેને પુતિનની પરમાણું હથિયારોના ઉપયોગની ધમકીઓનો પણ ઉલ્લેખ કર્યો, બાઇડેને કહ્યું કે, યૂક્રેન પર કબજાને લઇને પરમાણુ હથિયારની ધમકી આપીને પુતિન મજાક નથી કરી રહ્યાં.
આ પહેલા પણ બાયડેને પોતાના પાર્ટી સમર્થકો સાથે વાત કરતા પરમાણું હથિયારોથી પેદા થનારા ખતરાને લઇને વાતચીત કરી હતી, અને આને લઇને આપત્તિ દર્શાવી હતી. રશિયા અને યૂક્રેન યુદ્ધને લઇને બાઇડેને વાતચીત કરતાં કહ્યું પુતિન પાસે આ યુદ્ધમાં બહુ ઓછા ઓપ્શનો વધ્યા છે, આવામાં પુતિન પરમાણું હથિયારોનો ઉપયોગ કરવાની વાત કરી રહ્યાં છે, આ કારણે છે કે રશિયા આવા હુમલાની સતત ધમકીઓ આપી રહ્યું છે. બાઇડેને કહ્યું પુતિન મજાક નથી કરી રહ્યાં.
Russia Ukraine War: UN મહાસભામાં અમેરિકન રાષ્ટ્રપતિ બાઇડને કહ્યુ- રશિયાએ યુક્રેનમાં UN ચાર્ટરનું ઉલ્લંઘન કર્યુ
Joe Biden Speech UNGA: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ને સંબોધિત કરતી વખતે રશિયા-યુક્રેન યુદ્ધને લઈને રશિયા પર આકરા પ્રહારો કર્યા હતા. બાઇડને કહ્યું હતું કે યુએન સિક્યુરિટી કાઉન્સિલના મુખ્ય સભ્યએ તેમના પાડોશી દેશ પર હુમલો કર્યો હતો. સાર્વભૌમ રાષ્ટ્રને નકશામાંથી ભૂંસી નાખવાનો પ્રયાસ કર્યો. રશિયાએ બેશરમ થઇને સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરના મૂળભૂત સિદ્ધાંતોનું ઉલ્લંઘન કર્યું છે.
યુનાઇટેડ નેશન્સ ખાતે બાઇડને કહ્યું હતું કે રશિયાએ યુક્રેનમાં "ક્રૂર અને બિનજરૂરી યુદ્ધ" ચલાવીને "વિશ્વ સંસ્થાના ચાર્ટરની મૂળભૂત ભાવનાનું ઉલ્લંઘન કર્યું છે. તેમણે કહ્યું કે આજે રાષ્ટ્રપતિ પુતિને અપ્રસાર શાસનની જવાબદારીઓ પ્રત્યે બેદરકાર રહીને યુરોપ વિરુદ્ધ પરમાણુ હુમલાની ધમકીઓ આપી હતી. રશિયા લડાઈમાં સામેલ થવા માટે વધુ સૈનિકોને બોલાવી રહ્યું છે. ક્રેમલિન યુક્રેનના ભાગોને જોડવાનો પ્રયાસ કરવા માટે બનાવટી લોકમત યોજી રહ્યું છે. જો બાઇડને કહ્યું કે આ યુદ્ધ યુક્રેનના રાજ્ય તરીકે અસ્તિત્વના અધિકારને ખતમ કરવા માટે છે. તમે જે પણ છો, તમે જ્યાં પણ રહો છો, તમે જે પણ માનો છો, જે કંઈ થઈ રહ્યું છે તે તમને ચિંતા કરાવશે. એટલા માટે જનરલ એસેમ્બલીમાં 141 દેશો એક થયા અને યુક્રેન સામે રશિયાના યુદ્ધની નિંદા કરી.