રશિયાઃ રશિયન વાયુસેના( Airpower) હવે વધુ મજબૂત બની ગઇ છે, રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે હવે એક મોટો વળાંક આવી રહ્યો છે. આ બધાની વચ્ચે રશિયન વાયુસેનાને આક્રમક અને શક્તિશાલી પહેલુ ખાસ ફાઇટર જેટ મળી ગયુ છે. રશિયના સૈન્ય બેડામાં (Aggressor Squadron) Su-35S ફ્લેન્કર -એમએસ (Su-35S Flanker-Ms)ની એન્ટ્રી થઇ ગઇ છે, રશિયન વાયુસેનાને આ પહેલુ લડાકૂ વિમાન ( Su-35S Fighter Jets) તાજેતરમાં જ ડિલીવર થયુ છે, આ લડાઇના મેદાનમાં ફ્રન્ટ લાઇન સર્વિસમાં મુખ્ય ભૂમિકા નિભાવવા માટે એકદમ ઉન્નત પ્રકારનુ લડાકૂ વિમાન છે. આ Su-35S ફ્લેન્કર-એમએસ રશિયન એરોસ્પેસની ફોર્સીસની સાથે મળીને દુશ્મનના છગ્ગા છોડાવવામાં કોઇ કસર નથી છોડતુ.  


આત્યારે ચાલી રહેલા યૂક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધમાં આ ઘાતક સાબિત થઇ શકે છે. હાલમાં સમયમાં રશિયન વીકેએસ એટલે કે વાયુસેનાની લડાકૂ પ્રશિક્ષણ ક્ષમતાને દુરસ્ત કરવાની ખુબ જરૂર છે. આ જરૂરિયાત અને હેતુને પુરા કરવા માટે Su-35S બરાબર છે. સંભાવના છે કે આ લડાકૂ વિમાનના રશિયન વાયુ સેનાના બેડામાં સામેલ થવાથી તેને ખુબ મોટી મદદ મળશે. 


રશિયા અને યૂક્રેનની વચ્ચે જગને 6 મહિનાથી વધુનો સમય થઇ ગયો છે, રશિયન સ્વામિત્વ વાળી કંપની રોસ્ટેકે તાજેતરમાં જ સેનાને Su-35s વિમાન આપ્યા છે, હવે રશિયાને આ વિમાન મળવાથી યૂક્રેનની ચિંતા વધી ગઇ છે. રશિયન વાયુસેના યૂક્રેનના આનાથી મોટુ નુકસાન પણ પહોંચાડી શકે છે. વળી યૂક્રેન સંઘર્ષના અનુભવોથી જાણવા મળે છે કે, રશિયાને આ પ્રકારના વિમાનોની ખુબ જ જરૂર છે. 


Su-35s વિમાનોને બનાવવાનુ કામ રશિયાના પૂર્વી વિસ્તાર કોમ્સોમોલ્સ્ક ઓન અમૂર વિમાન સુવિધા (KnAAPO) માં કરવામાં આવ્યો છે, જેમને 9 સપ્ટેમ્બરે અહીંથી ઉડાન ભરી અને દક્ષિણ રશિયાથી લગભગ 3,850 માઇલ દુર નક્કી કર્યા બાદ વિમાન એસ્ટ્રાખાન રિજનમાં પ્રિવોલજ્સ્કી પહોંચ્યા. 


Russia: પુતિનના એલાનથી રશિયામાં અફડાતફડી, લોકો દેશ છોડીને ભાગવા લાગ્યા, તમામ ફ્લાઇટ્ની ટિકીટો બુક, જાણો


Russians Rush For Flights: રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) ના 'સૈનિક એકઠા કરવા'ના એલાન બાદથી રશિયામાં અફડાતફડી મચી ગઇ છે, દેશમાં માહોલ ગરમાઇ ગયો છે, વાતાવરણ તંગ બની ચૂક્યુ છે. આ એલાન બાદ લોકોએ મોટી સંખ્યામાં વન વે ફ્લાઇટ્સની ટિકીટો બુક કરાવી લીધી છે, આ કારણોસર તમામ ફ્લાઇટ્સ ફૂલ થઇ ગઇ છે. સાથે જ ટિકીટોની કિંમત પણ આસમાને પહોંચી ગઇ છે.


દેશવાસીઓનુ આ રીતે જવા પાછળ એવુ માનવામાં આવી રહ્યું છે કે, રશિયાની સીમાઓ જલદી બંધ થઇ શકે છે કે પછી પુતિન એક વ્યાપક કૉલ-અપની જાહેરાત કરી શકે છે, જેનાથી યુદ્ધ શરૂ થઇ શકે છે. બીજીબાજુ રશિયાની ટૉપ ટ્રાવેલ પ્લાનિંગ વેબસાઇટ aviasales.ru અનુસાર, પુતિનની જાહેરાતની થોડીક જ મિનીટોની અંદર મૉસ્કોથી જૉર્જિયા, તુર્કી, અને અર્મેનિયા, જ્યાં રશિયન નાગરિકોને વિઝાની જરૂર નથી પડતી, માટે 21 સપ્ટેમ્બરની તમામ ઉડાનોની ટિકીટો વેચાઇ ગઇ. 


કેટલીય એરલાઇન્સે ટિકીટ વેચવાનો કરી દીધો ઇનકાર- 
આનાથી એ સ્પષ્ટ રીતે જોઇ શકાય કે અહીં લોકો પુતિનના રિઝર્વ સૈનિકોની તૈનાતી વાળા એલાન બાદથી ડરી ગયા છે, લોકો ભયમાં છે. લોકો પોતાનો દેશ છોડીને જઇ રહ્યાં છે. અહીં ચારેય બાજુ અફડાતફડી મચી ગઇ છે. એકબાજુ લોક પ્રદર્શન કરી રહ્યાં છે, તો બીજીબાજુ બાકી લોકો દેશ છોડીને જવાનુ મન બનાવી ચૂક્યા છે. આ બધાની વચ્ચે રશિયન એરલાઇન્સે 18 થી 65 વર્ષના લોકોને ટિકીટ વેચવાનો ઇન્કાર કરી દીધો છે.