વૉશિંગટનઃ અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં 270ના જાદુઇ આંકડાની નજીક પહોંચી રહેલા ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડેને એક મોટુ નિવેદન આપ્યુ છે. બાઇડેને કહ્યું કે તે કેવા રાષ્ટ્રપતિ હશે. બાઇડેને કહ્યું કે તે બધા લોકોના નેતા હશે, માત્ર મત આપ્યા છે તે લોકોના જ નહીં.


ઉલ્લેખનીય છે કે ચૂંટણી જીતવા માટે 270 કે પછી તેનાથી વધુ ઇલેક્ટૉરલ વૉટ મેળવવાના હોય છે. હજુ સુધી બાઇડેનને 253 જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને 213 ઇલેક્ટૉરલ વૉટ મળ્યા છે.

બુધવારે એક રેલીમાં બાઇડેને કહ્યું કે અમે ડેમૉક્રેટ તરીકે પ્રચાર કરી રહ્યાં છીએ પરંતુ એક અમેરિકન રાષ્ટ્રપતિ તરીકે શાસન કરીશું. રાષ્ટ્રપતિ પદ પક્ષપાતપૂર્ણ ના હોઇ શકે. રાષ્ટ્રપતિ કાર્યાલય રાષ્ટ્રના તમામ લોકોનુ પ્રતિનિધિત્વ કરે છે, અને આ તમામ અમેરિકનનો દેખરેખ માટે જવાબદાર છે. અમે આપણે આપણા વિરોધીઓને દુશ્મન તરીકે માનવાનુ બંધ કરવુ પડશે, અમે દુશ્મન નથી.

બાઇડેન હવે ચૂંટણી પ્રચાર દરમિયાન એકબીજા કરવામાં આવેલા હુમલાને ભૂલી જવા માંગે છે, તે ઇચ્છે છે કે ચૂંટણી અભિયાન દરમિયાન કઠોર નિવેદનબાજી કરી પરંતુ હવે રાષ્ટ્ર માટે એકજૂથ થવુ પડશે. તેમને કહ્યું અમારે એકબીજાને ફરીથી જોવાનુ, એકબીજાને ફરીથી સાંભળવાનુ અને સન્માન કરવુ પડશે.