US President Joe Biden : અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ જો બાઈડેન 80 વર્ષની ઉંમરને વટાવી ચૂક્યા છે. તેઓ 78 વર્ષની વયે ચૂંટાયેલા સૌથી વૃદ્ધ ઉમેદવાર તરીકે 2021માં વ્હાઇટ હાઉસ પહોંચ્યા હતા. જ્યારે સત્તામાં રહેતા ગયા વર્ષે પોતાનો 80મો જન્મદિવસ ઉજવનારા યુનાઇટેડ સ્ટેટ્સના એકમાત્ર વર્તમાન પ્રમુખ બન્યા હતા. પરંતુ ચિંતાની વાત એ છે કે, આટલી ઉંમરના કારણે તેમનું સ્વાસ્થ્ય હવે જવાબ આપવા લાગ્યું છે. તેમનું શરીર તેમને યોગ્ય રીતે સાથ નથી આપતું જેના કારણે તેને વારંવાર શરમનો સામનો કરવો પડે છે.


વધતી ઉંમર સાથે બાઈડનને સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ થવી પણ સામાન્ય વાત બની ગઈ છે. તેઓ અમેરિકાના સૌથી વૃદ્ધ રાષ્ટ્રપતિ છે. રાષ્ટ્રપતિ બાઈડેન ઊંઘતી વખતે શ્વાસ લેવામાં તકલીફ અનુભવી રહ્યા છે. આ જ કારણ છે કે સૂતી વખતે તેમને સતત CAPA આપવામાં આવે છે. CAPA અથવા CAPM (કંટીન્યુઅસ એરવે પ્રેશર મશીન) દ્વારા તે રાત્રે શાંતિથી સૂઈ શકે છે. વ્હાઇટ હાઉસે આ જાણકારી આપી હતી. વ્હાઈટ હાઇસના પ્રવક્તા એન્ડ્રુ બેટે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિની મેડિકલ હિસ્ટ્રી દર્શાવે છે કે, તેઓ 2008થી ઊંઘની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. ગત રાત્રે તેણે સીએપીએ મશીનનો ઉપયોગ કર્યો હતો. આવા તબીબી ઇતિહાસ ધરાવતા લોકો માટે આ ખૂબ જ સામાન્ય છે.


રોઇટર્સ ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે, જો બાઈડન શ્વસન મશીનનો ઉપયોગ કરે છે. સૂતી વખતે તેને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આ બીમારીનું નામ સ્લીપ એપનિયા છે, જેના કારણે રાષ્ટ્રપતિ યોગ્ય રીતે ઊંઘી શકતા નથી. સૌ પ્રથમ બ્લૂમબર્ગ ન્યૂઝ એજન્સીએ થોડા દિવસો પહેલા રાષ્ટ્રપતિ બાઈડેન દ્વારા સીએપીએ મશીનના ઉપયોગનો અહેવાલ પ્રકાશિત કર્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે, તેમની ઊંઘની સમસ્યા સુધારવા માટે તેમણે થોડા અઠવાડિયા માટે CAPAનો ઉપયોગ કરવો પડ્યો હતો. તાજેતરના દિવસોમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મીડિયાએ જો બાઈડેનના ચહેરા પર લાંબા પટ્ટાના ડાઘ જોવા મળ્યા હતાં. ત્યારબાદ એવું અનુમાન કરવામાં આવ્યું હતું કે, તે શ્વાસ લેવા માટે CAPA મશીનનો ઉપયોગ કરે છે.


બીજી વખત રાષ્ટ્રપતિ બનવા માંગે છે બાઈડેન 


રાષ્ટ્રપતિ જો બાઈડેનનો કાર્યકાળ 2024માં સમાપ્ત થાય છે. તેમની વધતી જતી ઉંમર છતાં તેમણે બીજી વખત રાષ્ટ્રપતિ બનવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે. જે તેમની ડેમોક્રેટ પાર્ટીના સભ્યો માટે ચિંતાનો વિષય છે. જાહેર છે કે, એનબીસી ન્યૂઝ નેશનલ દ્વારા જો બાઈડેનની લોકપ્રિયતા અંગે એક પોલ કરવામાં આવ્યો હતો. જેમાં તેમનું રેટિંગ 43 ટકા આવ્યું હતું. આ રેટિંગ પર્યાપ્ત નથી જેના આધારે એવું કહી શકાય કે તેઓ બીજી વખત જીતશે જ.


બાઈડેનના ચહેરા પર આવા નિશાન જોવા મળ્યા હતા


તાજેતરની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, પત્રકારોએ બાઈડેનના ચહેરા પર પહોળા પટ્ટાના નિશાન જોયા, ત્યારબાદ એવું કહેવામાં આવ્યું કે તેણે શ્વાસ લેવા માટે CPAP મશીનનો ઉપયોગ કર્યો હતો. સામાન્ય રીતે દર્દીઓ CPAP મશીનનો ઉપયોગ કરતી વખતે સ્ટ્રેપ માસ્ક પહેરે છે. આમાં દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને રાત્રે સૂતી વખતે વચ્ચે-વચ્ચે શ્વાસ અટવાઈને આવે છે.


https://t.me/abpasmitaofficial