ઓકલાહોમાઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગત સપ્તાહે ટુલ્સામાં યોજાયેલી રેલીમાં સામેલ થયેલા એક પત્રકારોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પત્રકારે ખુદ જણાવ્યું કે, તે કોરોના વાયરસથી સંક્રમિત છે. ઓકલાહોમા વૉચના પત્રકાર પૉલ મોનીસે જણાવ્યું કે, મને સંક્રમિત હોવાની જાણકારી આજે જ મળી છે.


પત્રકારમાં નહોતા કોઈ લક્ષણ

મોનીસે ટ્વિટ કરીને લખ્યું, હું આશ્ચર્યચકિત છું. મારામાં હજ સુધી કોઈ લક્ષણ નતી અને હું ઠીક અનુભવી રહ્યો છું. એટલે સુધી કે આજે સવારે હું પાંચ માઇલ સુધી દોડ્યો હતો.



મોનીસે જણાવ્યું કે, તે ગત સપ્તાહે બીઓકે સેન્ટરમાં આશરે 6 કલાક સુધી રેલીમાં હતો અને તેણે માસ્ક પહેર્યું હતું તથા સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન પણ કર્યુ હતું. આ દરમિયાન હું રાષ્ટ્રપતિની નજીક પણ નહોતો આવ્યો. મોનીસે કહ્યું, મને વિશ્વાસ નથી થતો કે રેલીમાં કોરોના વાયરસના સંપર્કમાં કેવી રીતે આવ્યો.

ટ્રમ્પના પ્રચાર અભિયાનના છ કર્મચારી અને ઓકલાહોમા રેલીમાં કામ કરતા સીક્રેટ સર્વિસના બે સભ્યો પણ કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે. ઓકલાહોમામાં ગત સપ્તાહથી કોવિડ-19 મામલામાં દરરોજ વધારો થઈ રહ્યો છે.