Kamala Harris: 'લોકતંત્ર અને સમાન ન્યાય માટેની લડાઇ છોડીશ નહીં', હાર બાદ કમલા હેરિસે સમર્થકોને કહ્યુ

ટ્રમ્પે પેન્સિલવેનિયા, જ્યોર્જિયા, નોર્થ કેરોલિના સહિતના અન્ય સ્વિંગ રાજ્યોમાં જીત મેળવી હતી

Continues below advertisement

Kamala Harris: અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ સામે હાર બાદ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસે બુધવારે પોતાની હાર સ્વીકારી લીધી હતી. તેમણે વોશિંગ્ટન ડીસીમાં હાવર્ડ યુનિવર્સિટીમાં પોતાના હજારો સમર્થકોને કહ્યું હતું કે "હું આ ચૂંટણીને સ્વીકારું છું પરંતુ હું ક્યારેય લોકશાહી અને સમાન ન્યાય માટેની લડાઈ છોડીશ નહીં. નોંધનીય છે કે અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ટ્રમ્પે બહુમત માટે જરૂરી 277 ઈલેક્ટોરલ વોટ હાંસલ કર્યા  હતા. તેમણે પેન્સિલવેનિયા, જ્યોર્જિયા, નોર્થ કેરોલિના સહિતના અન્ય સ્વિંગ રાજ્યોમાં જીત મેળવી હતી.

Continues below advertisement

ડેમોક્રેટિક ઉમેદવાર હેરિસે પોતાના સમર્થકોને કહ્યું કે હવે સ્વતંત્રતા, ન્યાય અને ભવિષ્ય માટે એક થવાનો, સંગઠિત થવાનો અને સાથે મળીને કામ કરવાનો સમય છે. આપણે બધા જાણીએ છીએ કે આપણે આ સાથે મળીને કરી શકીએ છીએ. તેમણે કહ્યું કે તેમણે ટ્રમ્પને તેમની ચૂંટણીની જીત પર અભિનંદન આપવા માટે વહેલી સવારે ફોન કર્યો હતો. ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત દરમિયાન તેમણે સત્તાના શાંતિપૂર્ણ સ્થાનાંતરણનું વચન આપ્યું હતું.

જો કે, તેમણે એમ પણ કહ્યું કે તેમના સમર્થકોમાં નિરાશા છે પરંતુ આપણે ચૂંટણી પરિણામો સ્વીકારવા જોઈએ. હું સમજું છું પણ આપણે આ ચૂંટણીના પરિણામો સ્વીકારવા જોઈએ. તેમણે કહ્યું કે મેં તેમને એમ પણ કહ્યું હતું કે અમે તેમની મદદ કરીશું અને અમે સત્તાના શાંતિપૂર્ણ હસ્તાંતરણમાં સામેલ થઇશું.

કમલાની હારથી સમર્થકો દુખી

અમેરિકી ચૂંટણીમાં હાર બાદ કમલા હેરિસના સમર્થકો દ્વારા કાઢવામાં આવેલી રેલીમાં ખૂબ નિરાશા હતી. હજારો સમર્થકો શાંત હતા. આ રેલીમાં ભૂતપૂર્વ હાઉસ સ્પીકર નેન્સી પેલોસી અને ડીસી મેયર મ્યૂરિયલ બોસર પણ જોવા મળ્યા હતા. રેલી પછી હેરિસના પરિવારના કેટલાક સભ્યો બહાર નીકળતી વખતે આંસુ લૂછતા જોવા મળ્યા હતા.

જો કે, કમલા હેરિસે સમર્થકોને જોઈને ટૂંક સમયમાં જ આક્રમક મૂડ અપનાવ્યો અને કહ્યું કે તે અને તેના સમર્થકો જે મુદ્દા માટે લડ્યા છે તેના માટે તેઓ લડતા રહેશે. તેમણે કહ્યું કે આપણા દેશમાં અમે કોઈ પ્રમુખ કે પક્ષ માટે નહીં પરંતુ અમેરિકન બંધારણ અને અમારા અંતરાત્મા અને અમારા ભગવાન પ્રત્યે પ્રતિબદ્ધ છીએ.

US Election: ડોનાલ્ડ ટ્રમ્પ ભલે જીતી ગયા હોય પરંતુ આવતા વર્ષ સુધી નહીં બની શકે રાષ્ટ્રપતિ, સામે આવ્યું મોટું કારણ

Continues below advertisement
Sponsored Links by Taboola