Kim Jong Un Daughter: ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન છેલ્લા કેટલાક સમયથી તેમની એક પુત્રી સાથે જાહેરમાં દેખાઈ રહ્યાં છે. આજે પણ તેઓ પોતાની પુત્રી સાથે મિસાઈલ વૈજ્ઞાનિકો સાથે બેઠકમાં પહોંચ્યા હતાં. આમ થોડા જ સમયમાં કિમ બીજી વાર પોતાની પુત્રી સાથે જાહેરમાં જોવા મળતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. હવે એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે શું કિમ પોતાના અનુગામી તરીકે તેમની પુત્રીને અત્યારથી જ પ્રમોટ કરી રહ્યાં છે?


કોરિયાના માધ્યમોએ કિમ જોંગ ઉનની પુત્રીને તેના "સૌથી પ્રિય" બાળક તરીકે દેખાડવાનો પ્રયાસ કર્યો છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે, કિમનું આ બીજું બાળક છે અને તેની ઉંમર 9 થી 10 વર્ષની આસપાસછે.


ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ-ઉન તાજેતરમાં જ ઈંટકોન્ટિનેન્ટલ બેલાસટિક મિસાઈલ (ICBM)ના લોંચિંગમાં શામેલ થવા પહોંચ્યા હતાં. ખાસ વાત એ છે કે, સામાન્ય રીતે પોતાના પરિવારને લઈને હંમેશા ટોપ સિક્રેટ રાખનારા કિમ જોંગ તેમની દિકરી જૂ ઓ સાથે નજરે પડ્યાં હતાં. અહીં તેમણે અધિકારીઓ સાથે ફોટોશૂટ પણ કરાવ્યું હતું. આ બીજી વાર છે જ્યારે કિમ જોંગ-ઉન તેમની દિકરી સાથે નજરે સૈન્ય કાર્યક્રમમાં નજરે પડ્યાં હોય.   


આ અગાઉ ગયા અઠવાડિયે પણ જુ જાહેરમાં જોવા મળી હતી. રાજ્ય મીડિયા દ્વારા બહાર પાડવામાં આવેલ ફોટોગ્રાફ્સમાં જુ તેના પિતા અને અન્ય અધિકારીઓ સાથે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ (ICBM) ના પરીક્ષણનું નિરીક્ષણ કરતી જોવા મળી હતી. સફેદ કોટ અને લાલ ચંપલ પહેરેલી જુ એ તેના પિતા કિમ સાથે હાથ જોડીને ચાલતી જોવા મળી હતી. જ્યારે તેની પાછળ એક વિશાળ મિસાઈલ લોન્ચ વ્હીકલ પર જોવા મળી હતી.




વૈજ્ઞાનિકો સાથે ફોટો


જુ એ અને કિમે Hwasong-17 ICBMના લોન્ચિંગમાં સામેલ વૈજ્ઞાનિકો, ટેકનિશિયન, અધિકારીઓ અને અન્ય કર્મચારીઓ સાથે ફોટોગ્રાફ્સ માટે પોઝ આપ્યો હતો. KCNAએ તેને કિમનું "મનપસંદ" બાળક ગણાવ્યું હતું. આ ઘટનાના અનેક ફોટા સામે આવ્યા હતાં જેમાં કિમની પુત્રી તેના પિતાનો હાથ પકડીને ડાર્ક ફર સાથેનો લાંબો કાળો કોટ પહેરેલો જોવા મળે છે.


ઉત્તર કોરિયાની સંભાળશે કમાન? 


કાર્નેગી એન્ડોવમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસના નિષ્ણાત અંકિત પાંડાએ જણાવ્યું હતું કે, આ ચોક્કસપણે એક નોંધવા જેવી બાબત છે. આ ફોટો બાબતને સમર્થન આપે છે કે, જુ ને તેના પિતાના સંભવિત અનુગામી તરીકે રજૂ કરવામાં આવી રહી છે.


કિમને એક પુત્ર છે


માનવામાં આવે છે કે, કિમને વધુ બે બાળકો છે. અનુમાન પ્રમાણે તેમનો સૌથી મોટો સંતાન એક પુત્ર છે અને તેમને બે પુત્રી છે. જો કે, કેટલાક નિષ્ણાતોએ સવાલ ઉઠાવ્યો છે કે, ઉત્તર કોરિયા પુરૂષપ્રધાન સમાજ હોવાને જોતા કિમ તેમની પુત્રીને તેમના અનુગામી તરીકે કેમ રજૂ કરી રહ્યા છે?