International Day Of Friendship 2022: દર વર્ષે ઓગસ્ટના પહેલા રવિવારે ફ્રેન્ડશીપ ડે મનાવવામાં આવે છે, આની શરૂઆત વર્ષ 1958થી શરૂ થઇ. આ દિવસે લોકો પોતાની દોસ્તીને સેલિબ્રેટ કરે છે. મિત્રોનો સંબંધ સૌથી સુંદર અને મહત્વનો માનવામાં આવે છે. મોટાભાગના લોકો જેટલા ખુશ પોતાના પરિવારના લોકો રહેતા તેનાથી વધુ તેમના મિત્રો સાથે રહે છે. આ દિવસનુ મહત્વન જાણવા માટે જ ફ્રેન્ડશીપ ડેનો ઉજવવામાં આવે છે. જાણો શું છે ફ્રેન્ડશીપ ડેનો ઇતિહાસ...........

જો ઇન્ટરનેશનલ ડે ઓફ ફ્રેન્ડશીપની વાત કરવામાં આવે તો આ દરવર્ષે 30 જુલાઇએ મનાવવામાં આવે છે, પરંતુ કેટલાક દેશો જેવા કે ભારત, મલેશિયા, યુએઇ, બાંગ્લાદેશમાં ઓગસ્ટના પહેલા રવિવારે આ દિવસને મનાવવામાં આવે છે. જાણો આના પાછળની રોચક કહાણી...... 

ઇન્ટરનેશનલ ડે ઓફ ફ્રેન્ડશીપનો ઇતિહાસ - આની શરૂઆત 1958 માં પહેલીવાર પારાગિયમાં થઇ હતી, આ હૉલમાર્ક કાર્ડથી ઓરિજિનેટ થયો હતો, યૂનાઇટેડ નેશને 30 જુલાઇએ આને ઇન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે તરીકે મનાવવાની શરૂઆત કરી. 

જો કે તે રાષ્ટ્રીય રજા નથી પરંતુ તેમ છતાં સમગ્ર વિશ્વમાં લોકો આ દિવસે તેમના મિત્રોને મળે છે. આ દિવસે, તે તેના મિત્રો સાથે વિતાવેલા સમયની ઉજવણી કરે છે. આ સાથે મિત્રો પણ આ દિવસે એકબીજાને ભેટ આપે છે અને એકબીજાને શુભકામનાઓ આપે છે. આ દિવસે તમે તમારા મિત્રોને ફ્રેન્ડશીપ ડે હિન્દી શાયરી 2022 અને વોટ્સએપ જેવી સોશિયલ મેસેજિંગ એપ્સ દ્વારા ફ્રેન્ડશીપ ડે મેસેજીસ દ્વારા પણ શુભેચ્છાઓ મોકલી શકો છો.

ઇન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે પર આ ફ્રેન્ડશીપ ડે  શાયરી તમારા મિત્રોને મોકલી શકો છો

એકલતાનું ઔષધ શોધાય તો ઠીક છે.બાકી તો મિત્ર જેવો બીજો કોઈ મલમ નથી…

ભગવાન જેને લોહી નાં સંબંધ થી બાંધવા નુ ભૂલી જાય છે ને…. એને “મિત્ર” બનાવી દે છે…

કૃષ્ણ-સુદામા જેવી ભાઇબંધી બધા ને મળે એવી મિત્રતા દિવસ ની શુભકામના.

આભાર તારો કે આવી સુંદર મિત્રતા આપી,અને આપણા સબંધમાં કેવી સુંદરતા આપી.દુનિયામાં લોહીના સબંધ પણ છળી જાય છે,અને મને દોસ્તીમાં પણ કેવી પવિત્રતા આપી.

લાગણી છલકાય જેની વાતમાં

એક બે જણ હોય એવા લાખમાં

શબ્દ સમજે એ સગા

મન સમજે એ મિત્ર

કોણે કહ્યું કે મોટી ગાડીઓની

સફર જ સારી હોય છે

ખાસ મિત્રો સાથે હોય 

તો પગપાળા જિંદગી પણ મજેદાર હોય છે.

ન આવે કદી તને દુઃખ

તેવો હું યાર બની જાઉં

તારા આંખમાં આવે આંસુ

તો લૂછવા રૂમાલ બની જાવું.

એ દોસ્ત 

ભાર એવો આપજે કે 

હું ઝૂકી ના શકુ....

અને

સાથ એવો આપજે કે 

હું મુકી ના શકુ......