Poland: રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, આ યુદ્ધની વચ્ચે ગઇ રાત્રે પૉલેન્ડ દ્વારા એક મોટો દાવો કરવામાં આવ્યો હતો કે, રશિયન મિસાઇલ પૉલેન્ડમાં આવીને પડી હતી, અને તેના કારણે બે લોકોના મોત થઇ ગયા હતા. હવે આ વાતને લઇને પૉલેન્ડ સેના એલર્ટ પર આવી ગઇ છે, એટલુ જ નહીં પૉલેન્ડ નાટો દેશોનુ સભ્ય હોવાના કારણે નાટો પણ એક્શન મૉડમાં છે, પરંતુ બધાની વચ્ચે ખાસ વાત એ છે કે શું નાટો સેના રશિયા પર હુમલો કરશે કે નહીં.
રશિયા અને યૂક્રેન યુદ્ધની લડાઇ હવે ગમે ત્યારે વિશ્વ યુદ્ધમાં ફેરવાઇ શકે છે કેમ કે પૉલેન્ડના નાટોના કાયદાનુ ઉપયોગ કરીને રશિયા પર હુમલો કરી શકે છે. આવા દાવોઓ વચ્ચે જાણો અહીં નાટોમાં શું છે કાયદા અને આમાં પણ આર્ટિકલ 4 શું છે જેના કારણે પૉલેન્ડ વધુ આક્રમક બન્યુ છે.
પૉલેન્ડ કરશે NATOના આર્ટિકલ-4 નો ઉપયોગ -
સમાચાર એ પણ આવી રહ્યાં છે કે, રશિયાને ઘેરવા માટે પૉલેન્ડ હવે NATOના આર્ટિકલ-4 નો ઉપયોગ કરવા પર વિચાર કરી રહ્યું છે. ખરેખરમાં 'ધ નૉર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન' એટલે કે NATO એક આંતરરાષ્ટ્રીય સંગઠન છે, જેનો ગઠન 1949 માં કરવામાં આવ્યુ હતુ, આને બીજા વિશ્વયુદ્ધ બાદ બનાવવામાં આવ્યુ હતુ, આનો ઉદેશ્ય સભ્ય દેશોને સ્વતંત્રતા અને સુરક્ષાની ગેરંટી આપવાની છે.
આર્ટિકલ -4માં શું છે ?
NATOના સંધ જોગવાઇઓની આર્ટિકલ -4ના ઉપયોગ કરીને પૉલેન્ડ ઇમર્જન્સી બેઠક બોલાવવા માંગે છે. આર્ટિકલ -4 અનુસાર, જ્યારે પણ કોઇપ સભ્ય દેશની ક્ષેત્રીય અખંડતા, રાજનીતિક સ્વતંત્રતા કે કોઇપણ પક્ષની સુરક્ષામાં કોઇ ખતરો હશે, ત્યારે તમામ સભ્ય દેશો એકબીજા સાથે બેઠક કરશે, અને તેમાં તે સ્થિતિથી સાથી દેશોને બહાર કાઢવાનો રૉડમેપ તૈયાર કરશે, વળી, આર્ટિકલ -4માં કહેવામા આવ્યુ છે કે કોઇ સભ્ય દેશ પર આક્રમણની સ્થિતિમાં આને તમામ સભ્ય દેશો પર હુમલો માનવામાં આવશે, અને તમામ સભ્ય દેશો એકજૂથ થઇને વિરોધી પ્રત્યે સૈન્ય કાર્યવાહીને અંજામ આપશે.
સભ્ય દેશ પર હુમલો મતબલ
નાટોની પોતાની કોઇ સેના નથી હોતી, પરંતુ તમામ સભ્ય દેશ જ એકબીજાના સમન્વય અંતર્ગત એકબીજાની રક્ષાનો સંકલ્પ લીધો છે. એટલે કે નાટોના કોઇપણ સભ્ય દેશ પર કોઇ દેશ હુમલો કરે છે, તો તેને નાટોમાં સામેલ તમામ દેશો પર હુમલો માનવામાં આવે છે. વિરોધી સામે નાટોમાં સામલે તમામ સભ્ય દેશ સૈન્ય અભિયાન ચલાવી શકે છે. જોકે આમાં પણ સિવિલ વૉર સામેલ નથી. મતલબ કોઇપણ સભ્ય દેશમાં જો ગૃહયુદ્ધ છેડાઇ ગયુ હોય તો તે પોતાનો વ્યક્તિગત મામલો બનશે. આ ઉપરાંત જો નાટો દેશના સભ્ય નથી તેના પ્રત્યે નાટોની સુરક્ષાની કોઇ જવાબદારી નથી.