Volodymyr Zelenskyy - રશિયા અને યૂક્રેન વચ્ચે હાલમાં યુદ્ધ શરૂ થઇ ગયુ છે. દુનિયાના મોટાભાગના દેશો આ બન્ને વચ્ચે યુદ્ધને ટાળવાના પ્રયાસોમાં લાગ્યા છે, પરંતુ રશિયન પ્રેસિડેન્ટ વ્લાદિમિર પુતિને યૂક્રેન પર સૈન્યા કાર્યવાહીનો આદેશ આપી દેતા સ્થિતિ ગંભીર બની ગઇ છે. આ બધાની વચ્ચે ખાસ વાત છે કે રશિયન પ્રેસિડેન્ટ વ્લાદિમિર પુતિનને તો બધા જાણે છે, પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે યૂક્રેનના પ્રેસિડેન્ટ કોણ છે. અહીં અમને તમને બતાવી રહ્યાં છીએ કે યૂક્રેનના પ્રેસિડેન્ટ વલોદીમીર ઝેલેન્સ્કી એક કૉમેડિયન છે. 


ખરેખરમાં, વલોદીમીર ઝેલેન્સ્કી યૂક્રેનના પ્રેસિડેન્ટ બન્યા તે પહેલા એક કૉમેડિયન તરીકે કામ કરતા હતા. વર્ષ 2019માં પહેલીવાર વલોદીમીર ઝેલેન્સ્કી દેશની ચૂંટણીમાં ઉતર્યા હતા, તે સમયે તેમને 70 ટકાથી પણ વધુ દેશવાસીઓનુ સમર્થન મળ્યુ હતુ. તે સમયે 39 ઉમેદવારો મેદાન હતા, અને તેમાં 3 પ્રમુખ ઉમેદવારો હતો. તે સમયે 44 વર્ષીય વલોદીમીર ઝેલેન્સ્કીને જીત મળી અને યૂક્રેનના પ્રેસિડેન્ટ બન્યા હતા.


જાણો કોણ છે વલોદીમીર ઝેલેન્સ્કી ?


વલોદીમીર ઝેલેન્સ્કી યૂક્રેનના એક કૉમેડિયન એક્ટર રહી ચૂક્યા છે. તે યૂક્રેનમાં લાંબા સમય સુધી ચાલેલા એક કૉમેડી ટીવી સીરીઝ 'સર્વેન્ટ ઓફ ધ પીપલ'માં પ્રમુખ ભૂમિકા નિભાવનારો એક્ટર હતો. આ ટીવી સીરીઝમાં તેનો રૉલ ભૂલથી રાષ્ટ્રપતિ બની જાય છે. 


ભૂલથી રાષ્ટ્રપતિ બનતા પહેલા વલોદીમીર ઝેલેન્સ્કીનુ પાત્ર એક ટીચર હતુ અને રાષ્ટ્રપતિ એટલા માટે બનાવવામાં આવે છે કેમ કે ભ્રષ્ટાચાર પર બનાવવામાં આવેલો એક વીડિયો સોશ્યલ મીડિયા વાયરલ થઇ જાય છે. 


ખાસ વાત છે કે, યૂક્રેનમાં વલોદીમીર ઝેલેન્સ્કી બહુજ લોકપ્રિય બની જાય છે. અને બાદમાં વલોદીમીર ઝેલેન્સ્કીએ પોતાના શૉના નામની સાથે એક રાજકીય પાર્ટી જૉઇન્ટ કરી લીધી હતી. જોકે વલોદીમીર ઝેલેન્સ્કીની પાસે પહેલાથી કોઇ રાજકીય અનુભવ ન હતો, અને ના તો તેને તેમના રાજકીય અભિયાનને માત્ર બીજા રાજનેતાઓથી ખુદના અંતર સુધી સિમિત રાખ્યુ હતુ. આમ છતાં તેમને પહેલીવાર ચૂંટણીમાં 30% થી વધુ મત મળ્યા હતા. તે તેમના પ્રતિદ્વંદ્વી પોરોશેંકોને મળેલા 15.9% મતોની સરખામણીથી બે ગણા હતા.


ખાસ વાત છે કે, ચૂંટણીમાં એક કૉમેડિયન એક્ટર એવા વલોદીમીર ઝેલેન્સ્કીને મળેલી જીત સાથે જ તેમના વિરોધીઓનો ફજેતો થયો હતો. તેમના વિરોધી પોરોશેંકો માટે આ ચૂંટણી ખુબ ખરાબ રહી, અને વર્ષ 2014માં સત્તામાં હતા અને બાદમાં હોદ્દો છોડવો પડ્યો હતો. 


 


આ પણ વાંચો-


IPL 2022 schedule: 29 મેના રોજ રમાઇ શકે છે IPL 2022ની ફાઇનલ મેચ, જાણો ક્યારથી શરૂ થઇ શકે છે IPL?


રેલવેમાં ખાલી ભરતી બહાર પડી છે, મળશે સારો પગાર, જાણો કેટલા સમય સુધી અરજી કરી શકશો


સરકારી નોકરી કરવા માંગતા લોકો માટે ઉત્તમ તક, આ સરકારી કંપનીમાં આજથી કરી શકાશે અરજી


માત્ર 7 દિવસમાં વધશે ચહેરાની કસાવટ, ત્વચાની કરચલીઓ દૂર કરવા માટે લગાવો આ આયુર્વૈદિક લેપ


Skin care TIPS: ત્વચા પરની કરચલીઓ દૂર કરવી હોય તો ડાયટમાં સામેલ કરો આ 5 ફૂડ, વૃદ્ધત્વ રહેશે દૂર


Weight loss Drinks : આ આયુર્વૈદિક ડ્રિન્કને પીવાથી ઝડપથી ઘટે છે વજન, દૂર થશે પેટની જમા ચરબી