લાહોરઃ આપણે અનેક હોલિવૂડ ફિલ્મોમાં બીજા ગ્રહોથી આવેલા એલિયન અને તેના પ્લેન જોયા છે. જેને સામાન્ય રીતે યુએફઓ કહેવામાં આવે છે. તાજેતરમાં જ એક યુએફઓ પાકિસ્તાનમાં ઉડતું  જોવા મળ્યું હતું જેને જોઇને તમામ લોકો આશ્વર્યમાં મુકાયા છે.


વાસ્તવમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં દાવો કરવામા આવી રહ્યો છે કે પાકિસ્તાનમાં યુએફઓ બે કલાક સુધી આકાશમાં ઉડતું જોવા મળ્યું હતું. જેને જોઇને યુઝર્સ તેના  વિશે જાણવા માટે ઉત્સુક થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે એક વ્યક્તિએ આ યુએફઓને પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદના આકાશમાં ઉડતું જોયું હતું. બાદમાં તેણે તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લીધો હતો.



એક રિપોર્ટ અનુસાર, આ વીડિયો પોસ્ટ કરનાર વ્યક્તિનું  નામ અર્સલાન વારૈચ છે. જેનું કહેવું છે કે તેણે રાજધાનીની  ઉપર ત્રિકોણીય આકારનું યુએફઓને લગભગ બે કલાક સુધી હવામાં ઉડતું જોયું હતું. તેણે 12 મિનિટથી વધુ સમય સુધી આકાશમાં યુએફઓને ઉડતું કેમેરામાં કેદ કર્યું હતું. તેણે કહ્યું કે તે જાણતો  નથી કે ઉડતી ચીજ શું હતી. પરંતુ હું એટલું જાણું છું કે તે પક્ષી નહોતું. જોકે, આ મામલાને લઇને એક પણ ઇન્ટરનેશનલ સ્પેસ એજન્સીએ કોઇ નિવેદન આપ્યું નથી.


 


Gujarat Govt. Scheme: ગુજરાત સરકારે ખેડૂતો માટે શરૂ કરી છે ખાસ યોજના, તમામ માહિતી મળશે આંગળીના ટેરવે


SC on Offline Exam: ઓફલાઇન થશે CBSE-ICSEની ધો. 10 અને 12ની પરીક્ષા, જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યું


New 2022 Maruti Baleno Facelift: મારુતિ સુઝુકી બેલેનો ફેસલિફ્ટેડ વર્ઝન થયું લોન્ચ, ઓછી કિંમત અને હાઇટેક ફીચર્સ સાથે આ કાર્સ સાથે થશે મુકાબલો


National Pension System: NPSની આ સેવાઓ માટેના ચાર્જમાં થયો વધારો, જાણો હવે કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે