હેગઃ કુલભૂષણ જાધવ કેસમાં આંતરરાષ્ટ્રીય કોર્ટમાં આજે બીજા દિવસની સુનાવણી ચાલી રહી છે.  જેમાં પાકિસ્તાન પોતાની દલીલો કરી રહ્યું છે. આઈસીજેમાં હજુ બે દિવસ સુધી આ કેસની સુનાવણી ચાલશે.

PAKનાં એટોર્ની જનરલે શું કહ્યું

પાકિસ્તાનના એટોર્ની જનરલ અનવર મંસૂર ખાને આઈસીજેમાં કહ્યું કે, “ ભારત પાકિસ્તાનને નીચું દેખાડવાનો પ્રયત્ન કરી રહ્યું છે. હું ખુદ પણ ભારતની ક્રુરતાનો શિકાર થયો છું. પાકિસ્તાનના યુદ્ધ કેદી તરીકે હું ભારતની જેલમાં આર્મી ઓફિસર તરીકે રહેલો છું. વર્ષ 2014માં પાકિસ્તાનમાં થયેલા લાહોરની શાળાના બોંબ બ્લાસ્ટમાં અમે 140 બાળકોને ગુમાવ્યા હતા. આ હુમલો ભારતે અફઘાનિસ્તાન પાસે કરાવ્યો હતો.”

વાંચોઃ કુલભૂષણ જાધવ કેસઃ ICJમાં પ્રથમ દિવસની સુનાવણી દરમિયાન ભારતે શું કરી દલીલ, જાણો વિગતે

મામલાને અપાઈ રહ્યો છે રાજકીય રંગઃ પાકિસ્તાનના વકીલ

આઈસીજેના એક જજે કહ્યું કે, એડ હોક જજ નિમવાની પાકિસ્તાનની માંગ પર કોર્ટે વિચાર કર્યો છે. યોગ્ય સમય આવવા પર તેનો જવાબ મળશે. પાકિસ્તાને કહ્યું કે, કુલભૂષણ જાધવનું ઈરાનથી અપહરણ કરીને લાવવામાં આવ્યો હોવાની વાતમાં કોઈ તથ્ય નથી. પાક.ના વકીલે કહ્યું કે, મામલાને રાજકીય રંગ આપવા માટે અહીં સુધી લાવવામાં આવ્યો છે. આ મામલાને ખતમ કરવો જોઈએ.

વાંચોઃ ICJમાં ભારતીય અધિકારીએ આ રીતે આપ્યો પાક. રાજદૂતને જડબાતોડ જવાબ

કુલભૂષણ ભારતની ઇન્ટલિજન્સ એજન્સી રૉનો ઑફિસર છે. તે ભારતના આદેશના પગલે બલુચિસ્તાનમાં આતંકવાદી હુમલો કરવા પહોંચ્યો હતા. ખુદ જાધવે આ વાતનો સ્વીકાર કર્યો છે તેમ પાકિસ્તાને જણાવ્યું હતું.