પીએમ સાદ હરીરીએ થોડા દિવસ પહેલા 17 ઓક્ટોબરના રોજ વ્હોટ્સએપ એપ્લીકેશન પર ટેક્સ લગાવાવની જાહેરાત કરી હતી, જેના વિરોધમાં લેબનાનના લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને ટેક્સના વિરોધમાં પ્રદર્શન એટલું ઉગ્ર થયું કે લેબનાનના પીએમે પોતાનો નિર્ણય માટે પદ છોડવું પડ્યું.
આર્થિક સંકટનો સામનો કરી રહેલ લેબનનની સરકારે આવક વધારવા વ્હોટ્સએપ પર ટેક્સ નાંખવાનું કારણ રજૂ કર્યું હતું. પરંતુ લોકોએ આ નિર્ણયના વિરોધમાં દેશવ્યાપી પ્રદર્શનો શરૂ કરી દીધા હતા. સરકારે મેસેન્જરના માધ્યમથી મેસેજ અને કોલ કરવા પર રોજના 0.20 ડોલર એટલે આશરે 14.5 ભારતીય રૂપિયાનો ટેક્સ જાહેર કર્યો હતો. તેના વિરોધમાં લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને 13 દિવસથી બેંક, શાળાઓ, કોલેજ, ઓફિસ વગેરે બંધ રાખવામાં આવી રહ્યા છે. ભારે વિરોધ બાદ સરકારે પોતાનો નિર્ણય પરત લેવાની જાહેરાત કરી હતી પરંતુ પ્રદર્શનકારીઓ અટક્યા નહોતા.
રસ્તાઓ પર પ્રદર્શનકારીઓની સંખ્યા વધતી રહી હતી અને પ્રદર્શને દેશમાં ભ્રષ્ટાચાર, વધી રહેલી મોંઘવારી, તૂટી રહેલી આૃર્થવ્યવસૃથાની દિશા પકડી હતી. અનેક વખત પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે અથડામણ પણ થઈ હતી જેમાં સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આખરે વડાપ્રધાન સાદ હરીરીએ મંગળવારે રાજીનામુ આપી દીધું હતું અને દેશના તમામ રાજકીય લોકોને દેશની અર્થવ્યવસ્થાને ઉંચે લાવવા આગળ આવવા અપીલ કરી હતી.