Lockdown News: કોરોના હજુ ગયો નથી. વિશ્વના ઘણા દેશોમાં કોરોનાએ ફરીથી ઉથલો માર્યો છે. જેને લઈ ત્યાં ફરીથી લોકડાઉન લાદવામાં આવી રહ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને જાહેર કરેલા ડેટા મુજબ ગત સપ્તાહે યુરોપમાં કોરોના વાયરસથી મોતની સંખ્યામાં 10 ટકાનો વધારો થયો છે. ગત સપ્તાહે અહીં કેટલા વિસ્તાર કન્ટેનમેન્ટ જાહેર કરાયા છે. ઓછું રસીકરણ થયેલા રશિયા અને પૂર્વ યુરોપમાં પણ કોરોના વકર્યો છે, જ્યારે જર્મની ને બ્રિટનમાં વિશ્વના સર્વોચ્ચ નવા કોરોના કેસ નોંધાયા છે.
યુરોપિયન યુનિયનના 27 માંથી 10 દેશોમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક છે. યુરોપિયન સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના જણાવ્યા મુજબ, બેલ્જિયમ, બુલ્ગેરિયા, ક્રોશિયા, ચેક રિપબ્લિક, ગ્રીસ, હંગ્રી, નેધરલેન્ડ, પોલેન્ડ, સ્લોવેનિયા જેવા દેશોને સૌથી વધારા ચિંતાની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. કેટલાક દેશોએ ફરીથી લોકડાઉન નાંખ્યું છે.
ઓસ્ટ્રિયાઃ આ દેશમાં રસી નહીં લીધેલા લોકો પર બે સપ્તાહનું લોકડાઉન નાંખવામાં આવ્યું છે. અપર ઓસ્ટ્રિયા અને સાલ્ઝબર્ગમાં રસી નહીં લેનારા લોકોને બે સપ્તાહ સુધી કોઈ જરૂરી કારણ જેવાકે કરિયાણું ખરીદવા કે તબીબી તપાસ જેવા કારણોસર જ બહાર નીકળવા દેવામાં આવશે.
નેધરલેન્ડઃ કોરોનાના કેસ વધતાં નેધરલેન્ડમાં ત્રણ સપ્તાહનું આંશિક લોકડાઉન લગાવાયું છે. જે અંતર્ગત શનિવારની રાત્રે બાર, રેસ્ટોરન્ટ અને સુપરમાર્કેટ રાત્રે 8 વાગ્યા બાદ બંધ રહેશે.પ્રોફેશનલ મેચો મેદાનમાં દર્શકો વગર યોજાશે અને લોકોને શક્ય હોય ત્યાં સુધી વર્ક ફ્રોમ હોમનો આદેશ અપાયો છે. જીવન જરૂરિયાતની ન હોય તેવી વસ્તુ વેચતાં સ્ટોર્સને સાંજે 6 વાગ્યા બાદ બંધ કરવાનો આદેશ અપાયો છે.
જર્મનીઃ જર્મનીના ડિસીઝ કંટ્રોલ સેન્ટરે લોકને મોટા મેળાવડા ટાળવા અપીલ કરી છે. અહીં ઈન્ફેક્શન રેટ વધી રહ્યો હોવાથી લોકોને તેમના રૂબરુ સંપર્કો ઘટાડવા અપીલ કરવામાં આવી છે. અહીં પ્રથમ વખત કોરોના કેસનો દૈનિક આંકડો 50 હજારને પાર થયો છે. આ ઉપરાંત જર્મન લોમેકર્સ દ્વારા જાહેર સ્થળોએ ફરીથી માસ્ક અને ડિસ્ટન્સ અમલી બનાવાયું છે.
આઈસલેન્ડઃ આ મહિનાની શરૂઆતમાં આઈલસેન્ડ સંપૂર્ણ રસીકરણ થઈ ચૂકેલા પ્રવાસીઓ પરના પ્રતિબંધ હટાવી દીધા હતા. પરંતુ હવે ફરીથી 50 થી 500 લોકોની મર્યાદીત માત્રામાં ભેગા થવાની મંજૂરી અપાઈ છે. ઉપરાંત સ્વીમિંગ પુલ અને સ્પોર્ટ્સ હોલ 75 ટકા કેપિસિટી સાથે ખોલી શકાશે.
ચેક રિપબ્લિકઃ અહી સરકાર દ્વારા 22 થી 29 નવેમ્બર દરમિયાન બાળકોને કોવિડ ટેસ્ટ કરવાનો આદેશ અપાયો છે. બે લહેરમાં અહીં 14 લાખ બાળકો સંક્રમિત થયા હોવાથી આ નિર્ણય કરાયો છે.
નોર્વેઃ એએફપીના રિપોર્ટ પ્રમાણે, કોરોનાના કેસ વધતાં રાષ્ટ્રવ્યાપી પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. જેમાં હેલ્થ પાસને ફરીથી ફરજીયાત કરવામાં આવ્યો છે.