ઈસ્લામાબાદ: છેલ્લા ધણા સમયથી ચાલી રહેલી અટકળો બાદ શનિવારે પાકિસ્તાનના નવા આર્મી ચીફની પસંદગી કરવામાં આવી હતી. પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરિફે લેફ્ટનેંટ જનરલ જાવેદ બાજવાને આ પદ માટે પસંદ કર્યા છે. બાજવા 29 નવેંબરે રિટાર્યડ થનારા સેના પ્રમુખ રહીલ શરીફની જગ્યા લેશે.

બાજવા પૈદળ સેનાના બલૂચ રેજિમેંટમાંથી આવે છે. આ રેજિમેંટે બાજવા પહેલા પાકિસ્તાનને ત્રણ આર્મી ચીફ આપ્યા છે. જનરલ યાહ્યા ખાન, જનરલ અસલમ બેગ અને જનરલ ક્યાની. તેઓ ટ્રેનિંગ ઈવોલ્યૂશન બ્રાંચમાં ચીફ તરીકે કાર્યભાર સંભાળી ચુક્યા છે. પાકિસ્તાની મીડિયા રીપોર્ટ મુજબ ક્શમીર અને આતંકવાદથી જોડાયેલા મુદ્દાઓ પર તેમનો અનુભવ વધારે છે.

તેઓ શાંતિ મિશન અંર્તગત આફ્રીકી દેશ કોન્ગોમાં કામ કરી ચૂક્યા છે. તે દરમિયાન તેમની સાથે પૂર્વ ભારતીય સેના પ્રમુખ વિક્રમ સિંહ પણ હતા. બાજવાની પસંદગીને ભારત માટે સકારાત્મ રીતે જોવામાં આવે છે, કારણ કે આતંકવાદને લઈને તેઓ કડક રહ્યા છે.