નવી દિલ્લીઃ વડાપ્રધાન મોદીના નોટબંધીના નિર્ણયનો ભલે ભારતમાં વિરોધ થઇ રહ્યો હોય પરંતુ ચીની મીડિયાએ તેને ‘અત્યંત સાહસિક’ ગણાવ્યો હતો. ચીની મીડિયાએ સરકારને મોદીના આ નિર્ણયમાંથી પાઠ ભણવાનું પણ જણાવ્યુ હતું. સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે ‘મોદી ટેક્સ એ ગૈમ્બલ વિથ મની રિફોર્મ’ ટાઇટલ સાથે લખ્યુ હતું કે, મોદીનો નિર્ણય ખૂબ સાહસિક છે. અમે એ વાતની  કલ્પના કરી શકતા નથી કે જો ચીન 50 અને 100 યુઆનના બંધ કરી દે છે તો ચીનમાં શું થશે. ચીનમાં સૌથી મોટી નોટ 100 યુઆનની છે.

અખબારમાં લખ્યુ હતું કે, ભારતમાં 90 ટકા કેશ લેવડદેવડ થાય છે એવામાં ચલણમાંથી 85 ટકા કેશ રદ થતાં લોકોને અનેક મુશ્કેલીઓ પડી રહી છે. નોટબંધી ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસર આર્થિક ગતિવિધિઓ વિરુદ્ધ કાર્યવાહી હોઇ શકે છે.સાથે કહ્યુ કે નોટબંધીથી ભારત ભ્રષ્ટાચાર મુક્ત થઇ શકે નહીં.