Viral video luxury cars: કારની ચોરીની અનેક ઘટનાઓ જોઈ હશે જેમાં ચોર અલગ-અલગ રીતે કારની ચોરી અથવા લૂંટ કરતા હોવાનું સામે આવે છે. પરંતુ તાજેતરમાં એક એવો જ વીડિયો સામે આવ્યો છે જેને જોતા કોઈ હોલિવુડની ફિલ્મનું દ્રશ્ય તાજુ થઈ જાય. ચોરોએ માત્ર 60 સેકન્ડમાં કરોડો રૂપિયાની કાર ચોરીને છૂમંતર થઈ જાય છે . 


ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસ પણ આ વીડિયો જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. આ ચોરોએ એટલી ચતુરાઈથી કારની ચોરી કરી છે કે આજ સુધી પોલીસને કોઈ સુરાગ નથી મળ્યો. ચોરાયેલી કારની કિંમત 7 કરોડ રૂપિયાથી પણ વધુની હોવાનું સામે આવ્યું છે.  


5 લક્ઝરી કાર થઈ ગઈ ગાયબ


માત્ર 60 સેકન્ડમાં જ ચોરો પાંચ લક્ઝરી કાર લઈને ફરાર થઈ ગયા હતા. આ મામલો ઈંગ્લેન્ડના એસેક્સ કાઉન્ટીનો છે. જ્યાં ચોરોએ રાતના અંધારામાં થોડી જ સેકન્ડોમાં કારની ચોરી કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ હતે. આ પાંચ કારની કિંમત 7 કરોડથી વધુ હોવાનું સામે આવ્યું છે. ઇંગ્લેન્ડના એસેક્સ કાઉન્ટીમાં થરરોકના બરો નજીક, બુલ્ફાન ગામમાં બ્રેન્ટવુડ રોડ પરના કેમ્પસમાં ચોરો ઘૂસ્યા હતાં. તેઓએ પહેલા તો કેમ્પસમાંથી એક પછી એક બે પોર્શ કાર અને એક મર્સિડીઝ મેબેચ સહિત કુલ પાંચ કાર બહાર કાઢી હતી. ચોરોની ટોળકીમાંના એક ચોરએ ગેટ ખુલ્લો રાખ્યો હતો અને બાકીના ચોરો એક પછી એક લક્ઝુરિયસ કાર લઈ બહાર નિકળી ગયા હતા.






ચોરોને પકડવામાં પોલીસ પણ લાચાર, ઉઠાવ્યું આ પગલું


પોલીસ આ બદમાશોને ઝડપી પાડવા ભારે જહેમત ઉઠાવી રહી છે. સ્થાનિક પોલીસે હવે સ્થાનિક લોકોની મદદ માંગી છે. ઈંગ્લેન્ડમાં થયેલી આ ચોરીએ જનતા અને અધિકારીઓને પણ ચોંકાવી દીધા છે. પોલીસે પોતે આ ઘટનાનો વિડીયો વાયરલ કર્યો છે અને લોકોને વિનંતી કરી છે કે તેમની પાસે જે પણ માહિતી હોય તે પોલીસ સાથે શેર કરે. એસેક્સ પોલીસ કાર અને ચોરોને શોધી રહી છે. જ્યારે પોલીસ મર્સિડીઝ મેબેક કારને જપ્ત કરવામાં સફળ રહી છે.


આ રીતે કેમ્પસમાં ઘૂસ્યા ચોર


લૂંટની સનસનાટીપૂર્ણ ઘટનાને લઈને નિષ્ણાતે પોલીસને જણાવ્યું હતું કે, ચોરોએ કેમ્પસમાં પ્રવેશવા માટે પહેલા આગળના ગેટના બોલ્ટ કાપી નાખ્યા હતા અને પછી ત્યાં પ્રવેશ્યા હતા. આખરે અંધારામાં જ આ આખી ઘટનાને અંજામ આપ્યો હતો.