પાકિસ્તાનમાં સોમવારે સવારના સમયે એક ભારે મોટી રેલવે દુર્ઘટના ઘટી છે. સિંધના ડહારકી વિસ્તારમાં 2 ટ્રેન સામસામે અથડાવાના કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ દુર્ઘટનામાં 30થી પણ વધારે લોકો મૃત્યુ પામ્યા છે અને 50 કરતા વધારે લોકોને ઈજાઓ પહોંચી છે.


આ ઘટના સિંઘ પ્રાંતના ડહારકીમાં બની છે.  આ જગ્યા અહીં ઘોટકી જિલ્લામાં સ્થિત છે. જ્યાં પ્રવાસીઓને 2 ટ્રેનો મિલ્લત એક્સપ્રેસ અને સર સૈય્યદ એક્સપ્રેસ વચ્ચે અકસ્માત થયો છે. 33 લોકોના મોતની પુષ્ટિ જિલ્લાના ડેપ્યૂટી કમિશ્રરે કરી છે. તેવાાં કહેવામાં આવી રહ્યુ છે કે ઘાયલોમાં અનેકની હાલત ગંભીર છે. મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે.


મળતી માહિતી મુજબ મિલ્લત એક્સપ્રેસ અને સર સૈય્યદ એક્સપ્રેસ એકબીજા સાથે ટકરાઈ. આ અકસ્માત ઘોતકી પાસે થયો છે. સ્થાનિક રિપોર્ટ મુજબ મિલ્લત એક્સપ્રેસની બોગીઓ બેકાબૂ થઈને બીજા ટ્રેક પર જઈને પડી અને સામેથી આવતી સર સૈયદ એક્સપ્રેસ તેની સાથે ટકરાઈ આ કારણે મિલ્લત એક્સપ્રેસની 8 અને સર સૈયદ એક્સપ્રેસની એન્જિન સહિત ચાર બોગીઓ ટ્રેક પરથી ઉતરી ગઈ. આ અકસ્માતમાં અત્યાર સુધી 30 લોકોના માર્યા ગયા હોવાના સમાચાર છે. જ્યારે 40થી 50 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.


વહેલી સવારે 3:45 કલાકે આ દુર્ઘટના બની હતી જ્યારે મિલ્લત એક્સપ્રેસ કરાચીથી સરગોધા અને સર સૈયદ એક્સપ્રેસ રાવલપિંડીથી કરાચી જઈ રહી હતી. દુર્ઘટનાના 4 કલાક બાદ પણ કોઈ અધિકારી ઘટના સ્થળે નહોતા પહોંચ્યા અને હેવી મશીનરી પણ નહોતી પહોંચાડાઈ. ટ્રેનમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ટ્રેન કાપવી પડશે પરંતુ અકસ્માતના અનેક કલાકો બાદ પણ મોટા મશીનો ત્યાં નહોતા પહોંચ્યા. જ્યારે ઘાયલોને ટ્રેક્ટર ટ્રોલી દ્વારા લઈ જવામાં આવ્યા હતા.


આ પહેલા આ વર્ષે માર્ચ મહિનામાં પાકિસ્તાનમાં રેલ દુર્ઘટના બની હતી. જ્યાં કરાચી એક્સપ્રેસ ટ્રેન ઘટનાનો શિકાર બની હતી. આ ટ્રેન લાહોરથી નીકળી હતી અને સુક્કુર પ્રાંતમાં ઘટનાનો શિકાર બની હતી. તેના આઠ કોચ પટરી પરથી ઉતરી ગયા હતા. ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતુ. જ્યારે 40 જેટલા લોકો ઘાયલ થયા હતા. આ દરમિયાન પણ અનેક લોકો ટ્રેનમાં ફસાયા હતા. તેમજ આ રુટની ટ્રેનો રદ્દ કરાઈ હતી.