ધ ગાર્જિયન અનુસાર, મેટ રાઇટ ઓસ્ટ્રેલિયાના ઉત્તરીય વિસ્તારમાં નદીના રસ્તે લૉગની સફાઇ કરી રહ્યો હતો, આ દરમિયાન તેને સામનો એક મોટા મગર સાથે થયો. મગરે પોતાનુ જડબુ ફાડીને શિકાર કરવાની કોશિશ કરી કે, મેટે તરત જ તેનુ જડબુ પકડીને બંધ કરી દીધુ હતુ. વીડિયોમાં મેટ એકદમ આરામથી મગરનુ જડબુ પકડીને તેને બંધ કરી રહ્યો છે.
મેટ રાઇટે આ વીડિયોને પાંચ દિવસ પહેલા શેર કર્યો હતો, મગરનુ નામ તેને "બૉનક્રન્ચર" બતાવ્યુ હતુ. વીડિયોમાં મેટ મગરને શાંતિથી ચાલ્યો જવા માટે કહી રહ્યો છે. વીડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે.