ફ્લોરિડાઃ ફ્લોરિડામાં એક યોગ સ્ટૂડિયોમાં થયેલા હુમલામાં બે લોકોના મોત થયા છે અને પાંચ લોકો ઇજાગ્રસ્ત થઇ ગયા હતા. હુમલા બાદ હુમલાખોરે પોતાની જાતને ગોળી મારી દીધી હતી. તાલાહાસીના પોલીસ પ્રમુખ માઇકલ ડેલિયોએ જણાવ્યું કે, સ્ટૂડિયોમાં ગયા બાદ હુમલાખોરે છ લોકોને ગોળી મારી દીધી હતી.
ડેલિયોએ જણાવ્યું કે, ત્યારબાદ સંદિગ્ધે પોતાની જાતને ગોળી મારી દીધી હતી. હાલમાં હુમલાખોર અને મૃતકોની ઓળખ થઇ શકી નથી. તેમણે જણાવ્યું કે હુમલાખોરે એકલા જ આ ઘટનાને અંજામ આપ્યો હતો. અધિકારીઓ હુમલા પાછળનું કારણ શોધવા તપાસમાં લાગી ગયા છે. નોંધનીય છે કે આ અગાઉ ગયા મહિને જ ફ્લોરિડાના જેક્સનવિલમાં છ લોકોના ગોળી વાગવાને કારણે મોત થયા હતા.