બર્લિનઃ જર્મનીના બે હુક્કાબારમાં મોડી રાતે ગોળીબારની ઘટના બની હતી. જેમાં ઓછામાં ઓછા 8 લોકોના મોત થયા છે. જ્યારે 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મળતી જાણકારી મુજબ, જર્મનીની હનાઉ શહેરમાં આવેલા હુક્કાબારમાં એક વ્યક્તિએ અંધાધૂંધ ફાયરિંગ કર્યુ હતું. બે જગ્યાએ તેણે ફાયરિંગ કર્યુ હતું. બંને સ્થળ પર ફાયરિંગ કરનારો એક જ વ્યક્તિ હતો. ફાયરિંગ કરીને તે વ્યક્તિ ફરાર થઈ ગયો હતો.


પોલીસે હાલ સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરીને ફરાર થઈ ગયેલા વ્યક્તિની શોધી કાઢવા અભિયાન હાથ ધર્યુ છે.  જર્મન બ્રોડકાસ્ટર હેસેનશાઉ પ્રમાણે ફાયરિંગની પ્રથમ ઘટનામાં ત્રણ અને બીજી ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે. હનાઉ ફ્રેંકફર્ટથી 25 કિમી દૂર છે અને ત્યાંની વસતિ એક લાખથી વધારે છે.

ઘટના સ્થળની સામે આવેલી તસવીરોમાં કારતૂસ અને લોહીથી લથબથ લાશો જોવા મળી રહી છે. ગોળીબાર કયા કારણોસર કરવામાં આવ્યો તેની તપાસ પોલીસ કરી રહી છે.

ટ્રમ્પની મુલાકાત બાદ ગુજરાતને મળી શકે છે મોટી ભેટ, રાજ્યમાં યુએસ એમ્બેસીની થઈ શકે છે જાહેરાત