મેક્સિકો સિટીઃ મેક્સિકો સીટીની નાણાંકીય ગુપ્ત એજન્સીના પ્રમુક સેન્ટિયાગો નીતોએ કહક્યું કે, 2012થી 2018ની વચ્ચે પૂર્વ પ્રશાસનના અધિકારીઓએ ઇઝરાયલની એનએસઓ પાસેથી સ્પાઈવેર ખરીદવા માટે સરકાર ફંડમાંથી 30 કરોડ ડોલર ખર્ચ કર્યા હતા.


એવું જણાય છે કે, પેગાસસ સ્પાઈવેર જેવા કાર્યક્રમોના ‘બિલ’માં વધારાનું પેમેન્ટ સામેલ છે, જેને કદાચ લાંચ તરીકે પૂર્વ સરકારી અધિકારીઓને પરત મોકલવામાં આવી હતી. મેક્સિકોની નાણાંકીય ગુપ્ત એજન્સીના પ્રમુખ સેન્ટિયાગો નીતોએ  બુધવારે કહ્યું કે, આ જાણકારી મેક્સિકોમાં ફરિયાદીઓને આપવામાં આવી રહી છે.


પેમેન્ટ કરવામાં આવેલ રકમ જે રીતે તેનું પેમેન્ટ કરવામાં આવ્યું હતું તે સરકારી ભ્રષ્ટાચારના સંકેત આપે છે. જેમાં પત્રકારો, કાર્યકર્તાઓ અને વિપક્ષી હસ્તિઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા ને તેમાં દેશના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેજ ઓબ્રાડોર અને તેના નજીકના સામેલ છે.


મોરક્કો સરકારે અહેવાલને ફગાવી દીધા


નીતોએ કહ્યું કે, લોપેજ ઓબ્રાડોરે એક ડિસેમ્બર 2018ના રોજ રાષ્ટ્રપતિ પદનો કાર્યભાળ સંભાળ્યો અને સ્પાઈવેરનો ઉપોયગ ન કરવાનો સંકલ્પ કર્યો. ત્યારથી હાલના પ્રશાસન દ્વારા આવી કોઈ ગતિવિધિ કરવાના કોઈ પૂરાવા મળ્યા નથી.


બીજી બાજુ, મોરક્કો સરકારે એ અહેવાલને ફગાવી દીધા છે જેમાં કહેવામાં આવ્યું હતું કે, દેશના સુરક્ષાદળોએ ફ્રન્સના રાષ્ટ્રપતિ અને અન્ય સાર્વજનિક હસ્તીઓના સેલફોન પર નજર રાખવા માટે ઇઝરાયલના એનએસઓ ગ્રુપ દ્વારા બનાવવામાં આવેલ સ્પાઈવેરનો ઉપયોગ કર્યો હશે.


મોરક્કોના રાજા મોહમ્મદ ષષ્ટ્મ પણ સંભવિત ટાર્ગેટમાં સામેલ હતા


મોર્કોક સરકારે મંગળવારે મોડી રાત્રે એક નિવેદનમાં કહ્યું કે, દેશમાં પત્રકારો, માનવાધિકાર કાર્યકર્તાઓ અને રાજનેતાઓને ટાર્ગેટ કરવા માટે એનએસઓના પેગાસસ સ્પાઇવેરના સંદિગ્ધ વ્યાપક ઉપયોગની તપાસ કરી રહેલ એક વૈશ્વિક મીડિયા ગ્રુપ પર નિશાન સાધ્યું. સરકારે કાયદાકીય કાર્યવાહીની ચેતવણી આપી છે.


ગ્રુપના એક સભ્ય, ફ્રાન્સના અખબાર ‘લે મોંડે’એ કહ્યું કે, રાષ્ટ્રપતિ ફ્રાન્સના એમૈનુએલ મૈક્રો અને ફ્રાન્સની સરાકરના 15 તત્કાલીન સભ્યોના સેલફોન 2019માં મોરક્કોની સુરક્ષા એજન્સી તરફથી પેગાસસ સ્પાઈવેર દ્વારા સર્વેલન્સના સંભવિત ટાર્ગેટમાં સામેલ હોઈ શકે છે.