US Michigan High School Shooting: અમેરિકા (USA)માં મિશિગન હાઈસ્કૂલમાં અંધાધૂંધ ગોળીબાર થયો છે. આ ફાયરિંગમાં ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા છે જ્યારે એક શિક્ષક સહિત 8 લોકો ઘાયલ થયા છે. હુમલાનો આરોપ એ જ શાળામાં અભ્યાસ કરતી 15 વર્ષની વિદ્યાર્થીની પર છે. આરોપીને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવી રહી છે.


હુમલાખોર પાસેથી એક પિસ્તોલ મળી આવી છે. અધિકારીઓએ શાળામાંથી ઘણા ખાલી કારતુસ પણ મેળવ્યા છે અને એવું માનવામાં આવે છે કે લગભગ 15-20 રાઉન્ડ ગોળીઓ ચલાવવામાં આવી હતી. મિશિગન પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં હુમલાખોર એક જ હતો. ગોળી શા માટે ચલાવવામાં આવી તેની તપાસ હજુ ચાલુ છે.






અધિકારીઓએ જણાવ્યું હતું કે પોલીસને યુએસ સમય મુજબ બપોરે 12:55 વાગ્યે સૂચના આપવામાં આવી હતી કે ઉત્તર ડેટ્રોઇટના ઉપનગર ઓક્સફર્ડ ટાઉનશીપમાં ઓક્સફોર્ડ હાઇસ્કૂલમાં એક બંદૂકધારી છે. ઓકલેન્ડ કાઉન્ટી શેરિફ ઓફિસે જણાવ્યું હતું કે એક શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે અને તેની પાસેથી એક પિસ્તોલ મળી આવી છે. શેરિફ ઓફિસે જણાવ્યું હતું કે તેઓને લાગતું નથી કે ત્યાં એક કરતા વધુ હુમલાખોર હતા.