બાંગ્લાદેશમાં ઇસ્કોનના ધર્મગુરુ ચિન્મય પ્રભુની ધરપકડ પર ભારત સરકારનું નિવેદન આવ્યું છે. વિદેશ મંત્રાલયે તેમની ધરપકડ અને જામીન ન મળવા પર ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, ' આ ઘટના બાંગ્લાદેશમાં ઉગ્રવાદી તત્વોના હિંદુઓ અને અન્ય લઘુમતીઓ પર થયેલા હુમલા બાદ બની છે. ત્યાં અલ્પસંખ્યકોના ઘરો અને વ્યવસાયિક સંસ્થાઓમાં આગચંપી અને લૂંટફાટ તેમજ ચોરી, તોડફોડ, દેવી-દેવતાઓ અને મંદિરોની અપવિત્રતાના ઘણા કેસ નોંધાયેલા છે.






વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, 'તે દુર્ભાગ્યપૂર્ણ છે કે આ ઘટનાઓના ગુનેગારો હજી પણ મુક્તપણે ફરે છે, પરંતુ એક ધાર્મિક નેતા પર આરોપો લગાવવામાં આવી રહ્યા છે જેણે શાંતિપૂર્ણ સભાઓ દ્વારા પોતાના અધિકારોની માંગ કરી હતી. ચિન્મય દાસની ધરપકડ સામે શાંતિપૂર્વક વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ સાથે અમે લઘુમતીઓ પર થઈ રહેલા હુમલાઓ પર પણ ચિંતા વ્યક્ત કરીએ છીએ.






પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ બાંગ્લાદેશના હિંદુઓ વિશે શું કહ્યું? જુઓ


વિદેશ મંત્રાલયે કહ્યું, 'અમે બાંગ્લાદેશના સત્તાવાળાઓને હિંદુઓ અને તમામ લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા વિનંતી કરીએ છીએ. આમાં તેમનો શાંતિપૂર્ણ સભાનો અધિકાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો પણ સમાવેશ થાય છે. કટ્ટરવાદી હિંસાનો ભોગ બનેલા હિન્દુઓ આજે મેટ્રોપોલિટન કોર્ટમાં ચિન્મય પ્રભુની ધરપકડના વિરોધમાં એકઠા થયા હતા. પરંતુ અહીં હિન્દુ સમુદાયના લોકો પર ટીયર ગેસના શેલ અને રબરની ગોળીઓ છોડવામાં આવી હતી.


ચિન્મય પ્રભુએ જેલમાં જતા સમયે કહ્યું હતું કે- આંદોલન ચાલુ રાખો


નોંધનીય છે કે ચિન્મય પ્રભુની 25 નવેમ્બરે બપોરે ઢાકાના હઝરત શાહજલાલ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટમાં રજૂ કરવામાં આવતા ચિન્મય દાસે મીડિયાને જણાવ્યું કે બાંગ્લાદેશના હિંદુઓને તેમની અપીલ છે કે તેઓ તેમના આંદોલનને યોજના મુજબ ચાલુ રાખે.


બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડનો વિરોધ કરી રહેલા હિંદુઓ પર હુમલો, 50 લોકો ઇજાગ્રસ્ત