Miss Universe India 2024 :ભારતીય સુંદરી રિયા સિંઘાને મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024 બની છે. ઉર્વશી રૌતેલાએ રિયાને વિજેતાનો તાજ પહેરાવ્યો. આ ભાવનાત્મક અવસર પર રિયાએ કહ્યું કે, 2024 પહેલા મિસ યુનિવર્સ ઈન્ડિયાનો ખિતાબ જીતનારા પાસેથી ઘણી પ્રેરણા મળી છે.






રાજસ્થાનની રાજધાની જયપુરમાં આયોજિત મિસ યુનિવર્સ ઈન્ડિયા 2024 સ્પર્ધાનો ખિતાબ જીત્યા બાદ બ્યુટી રિયા સિંઘાએ કહ્યું, 'આજે ટાઈટલ જીત્યા બાદ હું ખૂબ જ આભારી છું. મેં આ સ્તર સુધી પહોંચવા માટે ખૂબ જ મહેનત કરી છે. આ સ્તરે પહોંચ્યા પછી, હું મારી જાતને આ તાજ માટે લાયક માની શકું છું. તેણે કહ્યું કે તે અગાઉના વિજેતાઓથી ખૂબ જ પ્રેરિત અને પ્રભાવિત  છે.






અભિનેત્રી અને મિસ યુનિવર્સ ઈન્ડિયા 2015 ઉર્વશી રૌતેલાએ કહ્યું, 'હું ખૂબ જ ગર્વનો અનુભવ કરી રહી છું.  વિજેતા માટે પણ આ એક ગૌરવપૂર્ણ અને શાનદાર ક્ષણ હોય છે.  ઉર્વશીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે તે મિસ યુનિવર્સના વૈશ્વિક પ્લેટફોર્મ પર આપણા દેશનું ખૂબ સારી રીતે પ્રતિનિધિત્વ કરશે. તેણે કહ્યું, મને પૂરી આશા છે કે ભારત આ વર્ષે ફરી મિસ યુનિવર્સનો તાજ મેળવશે. બધી યુવતીઓ  ખૂબ જ મહેનતુ, સમર્પિત અને ખૂબ જ સુંદર છે.