કોરોનાના કારણે પાકિસ્તાનમાં કરાચીમાં 20 ફેબ્રુઆરીથી લઇને 9 એપ્રિલ સુધી એટલે કે 49 દિવસો સુધી 3265 લાશો કબ્રસ્તાનમાં પહોંચી છે. આ ખુલાસો શહેરના વહીવટી તંત્રના આંકડાઓમાં થયો છે. જોકે, આને લઇને હજુ સુધી કોઇ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આવ્યુ નથી કે આ મોત કોરોનાના કારણે થઇ છે કે કુદરતી રીતે.
કરાચી શહેરમાં કોરોનાના પ્રકોપ વધી રહ્યો છે, કરાચી મેટ્રૉપોલિટન કૉર્પોરેશન અનુસાર છેલ્લા 49 દિવસોમાં 181 મૃતદેહો સી-1 કબ્રસ્તાનમાં, 4 મૃતદેહો હાઝી મોરીદ ગોઠ કબ્રસ્તાનમાં, 76 યાસીનાબાદ કબ્રસ્તાનમાં, 273 સખી હસન કબ્રસ્તાનમાં, 30 લાશો નૂર કબ્રસ્તાનમાં, 681 લાશો મોહમ્મદ શાહ કબ્રસ્તાનમાં, 59 લાશો ધાસદર બાબા કબ્રસ્તાનમાં અને 430 કબ્રસ્તાન સિદ્દીકાબાદ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવી છે.
આ જ રીતે પશ્ચિમી શહેરમાં 155 લાશો સલીમાબાદ કબ્રસ્તાનમાં, 140 લાશો અલ-ફતેહ કબ્રસ્તાનમાં, 19 ગાઝિયાબાદ કબ્રસ્તાનમાં, 54 લાશો જન્નાતુલ બાકી કબ્રસ્તાનમાં, 31 લાશો ગુલશન એ જિયા કબ્રસ્તાનમાં, 5 લાશો યાકુબાબાદ કબ્રસ્તાનમાં, 44 લાશો ગુલશન એ બહાર કબ્રસ્તાનમાં, 91 લાશો ઇબ્રાહિમ અલી ભાઇ કબ્રસ્તાનમાં, 25 લાશો તોહારની ગોઠમાં અને 79 લાશો મચ્છ ગોઠમાં દફનાવવામાં આવી ચૂકી છે.
પૂર્વી શહેરમાં 128 લાશો મંગોઠ કબ્રસ્તાનમાં અને 14 કબ્રસ્તાનમાં પીઇસીએચએસ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવી છે. માલિર કબ્રસ્તાનમાંમાં 93 લાશો, 160 લાશો મોડલ કોનોલીમાં, 5 લાશો કોલોની ગેટ કબ્રસ્તાનમાં, 15 લાશો હૈદરશાહ કબ્રસ્તાનમાં, 2 માસૂમ શાહ કબ્રસ્તાનમાં, 49 લાશો માલોમાદાદ રાબી ગોઠ કબ્રસ્તાનમાં અને 62 ઇસ્માઇલ ગોઠ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવી છે.
કોરાંગીમાં 190 લાશો ચક્રગોઠ કબ્રસ્તાનમાં, 15 કોરાંગી કબ્રસ્તાનમાં અને 152 અજીમપુરા કબ્રસ્તાનમાંમાં દફનાવવામાં આવી છે.
રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનમાં કોરોનાનો કેર છે, અને કરાંચીમાં વધુ પ્રમાણમાં મોતો થઇ હોઇ શકે છે. જોકે હજુ આંકડા સામે આવ્યા નથી.