નવી દિલ્હીઃ કોરોના વાયરસના ગઢ બની ચૂકેલા ઇટાલીમાં 51 ડોક્ટરોના મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ ડોક્ટરો કોરોના વાયરસના દર્દીઓની સારવાર કરી રહ્યા હતા અને આ દરમિયાન તેઓનો ચેપ લાગ્યો હતો.  આ વચ્ચે ઇટાલીમાં કોરોના વાયરસના કારણે મરનારાઓની સંખ્યા 9134 પર પહોંચી ગઇ છે જે દુનિયામાં સૌથી વધુ છે.


સીએએનના રિપોર્ટ અનુસાર, આ તમામ 51 ડોક્ટર કોરોના વાયરસ પોઝિટીવ હતા અને સારવાર દરમિયાન તેમનું મોત થયું હતુ. ઇટાલીના ડોક્ટર અસોસિયેશનના અધ્યક્ષ ફિલિપો અનેલ્લીએ તાજેતરમાં જ આ ખતરાને જોતા ડોક્ટરો માટે વધુ સુરક્ષા સાધનો માંગ્યા હતા. અનેલ્લીએ કહ્યું કે, સૌ પ્રથમ કામ ડોક્ટરો અને હેલ્થ કેર વર્કરની સુરક્ષા કરવી જોઇએ જેથી તે કોરોનાની ઝપેટમાં ના આવે.

આ વચ્ચે ઇટાલીમાં કોરોનાથી રાહત મળવાની આશા દેખાઇ રહી નથી. છેલ્લા સપ્તાહમાં એક-બે દિવસ મરનારાઓની  સંખ્યામાં ઘટાડો થતાં માનવામાં આવી રહ્યું હતુ કે દેશ જલદી કોરોના મહામારીમાંથી બહાર નીકળી જશે. જોકે, શુક્રવારે ઇટાલીમાં 970થી વધુ લોકોના મોત થયા હતા.