નવી દિલ્હીઃ દુનિયાભરમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે, દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. દુનિયાના 213 દેશોમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 105,766 કેસો નોંધાયા છે, આ સાથે કોરોના દર્દીઓની સંખ્યા વધીને 50 લાખને પાર પહોંચી ગઇ છે.

વર્લ્ડોમીટર અનુસાર, દુનિયાભરમાં અત્યાર સુધી લગભગ 52 લાખ લોકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. આમાંથી 3 લાખ 34 હજાર 072 લોકોના મોત થયા છે. વળી 20 લાખ 78 હજાર 536 લોકો સંક્રમણથી મુક્ત પણ થયા છે. દુનિયામાં લગભગ 75 ટકા કોરોનાના કેસો માત્ર 12 દેશોમાંથી સામે આવ્યા છે, આ દેશોમાં કોરોના પીડિતોની સંખ્યા 39 લાખ છે.

અમેરિકાઃ કેસ- 1,620,457, મોત- 96,295
રશિયાઃ કેસ- 317,554, મોત- 3,099
બ્રાઝિલઃ કેસ- 310,087, મોત- 20,047
સ્પેનઃ કેસ- 280,117, મોત- 27,940
યુકેઃ કેસ- 250,908, મોત- 36,042
ઇટાલીઃ કેસ- 228,006, મોત- 32,486
ફ્રાન્સઃ કેસ- 181,826, મોત- 28,215
જર્મનીઃ કેસ- 179,021, મોત- 8,309
તુર્કીઃ કેસ- 153,548, મોત- 4,249
ઇરાનઃ કેસ- 129,341, મોત- 7,249

દુનિયાભરમાં કુલ કેસોમાં લગભગ એક તૃત્યાંશ કેસો અમેરિકામાંથી સામે આવ્યા છે, અને લગભગ એક તૃત્યાંશ મોત પણ અમેરિકામાં જ થયા છે. અમેરિકા બાદ યુકેમાં કોરોનાએ સૌથી વધુ કેર વર્તાવ્યો છે.