નવી દિલ્હી: કોરોના વાયરસ મુદ્દે અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા આરોપ-પ્રત્યારોપ વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે તેના પર ગંભીર આરોપ લગાવ્યો છે. ટ્રંપે કહ્યું કે, અમેરિકાને નુકસાન પહોંચાડવા માટે ચીન મોટા પ્રમાણમાં દુષ્પ્રચાર અભિયાન ચલાવી રહ્યું છે.

ડોનાલ્ડ ટ્રંપ ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, ચીન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઉમેદવાર જો બિડનને ફાયદો પહોંચાડવા માટે કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, ચીન તેમને નુકસાન પહોંચાડવા માટે મોટાપાયે દુષ્પ્રચાર અભિયાન ચલાવી રહ્યું છે. ચીન લાંબા સમયથી આમ કરતું આવ્યું છે પરંતુ જ્યારથી હું આવ્યો છું ત્યારથી તે આમ કરવામાં નિષ્ફળ રહ્યું છે.


આ અગાઉ પણ ટ્રંપે ચીન પર પ્રહાર કર્યા હતા, રાષ્ટ્રપતિ તરીકે પોતાની બીજી ચૂંટણીને રોકવા માટે ચીન કંઈ પણ કરી શકે છે તેમ કહીને ટ્રંપે સનસની ફેલાવી દીધી હતી. અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે નવેમ્બરમાં ચૂંટણી યોજનારી છે. જ્યારે હાલમાં અમેરિકામાં કોરોનાના કારણે સ્થિતિ ખૂબજ ગંભીર છે.