Most Followed Accounts on Twitter: ભારતના પ્રથાનમંદ્રી નરેન્દ્ર મોદીના ટ્વિટર પર ફોલોઓર્સની સંખ્યા 7 કરોડ કરાતં વધારે થઈ ગઈ છે. તેની સાથે જ તેઓ સૌથી વધારે ફોલો કરનાર એક્ટિવ નેતાની યાદીમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટરમ્પને પછાડીને પ્રથમ સ્થાન પર પહોંચી ગયા છે. પંરતુ શું તમને ખબર છે વિશ્વમાં ટ્વિટર પર સૌથી વધારે ફોલો થનાર વ્યક્તિ કોણ છે. આજે અમે તમને વિશ્વના એવા જ ટોપ-10 લોકો વિશે જણાવી રહ્યા છીએ જેને ટ્વિટર પર સૌથી વધારે ફોલોઅર્સ છે.
આ યાદીમાં પ્રથમ સ્થાન પર અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાનું નામ આવે છે. ટ્વિટર પર ઓબામાના 12 કરોડ 98 લાખ ફોલોઅર્સ છે. રાજનીતિથી હટ્યા બાદથી ઓબામા મોટે ભાગે ઓમાબા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતા સામાજિક કાર્યોને લઈને ટ્વિટ કરતા રહે છે.
યાદીમાં બીજા નંબર પર છે જસ્ટિન બીબર
બીજા નંબર પર બ્રિટનના ગાયક અને યૂથ આઈકોન જસ્ટિન બીબરનું નામ આવે છે. તેના ટ્વિટર પર 11.38 કરોડ ફોલોઅર્સ છે. તેની સાથે જ ટ્વિટરની સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં તે સાતમાં નંબર પર છે.
આ યાદીમાં ત્રીજા સ્થાન પર અમેરિકાની જાણીતી પોપ સ્ટાર કેટી પેરીનું નામ આવે છે. ટ્વિટર પર લગભગ તેના 10 કરોડ 88 લાખ ફોલોઅર્સ છે. સાથે જ ટ્વિટરની સૌથી પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં તે બીજા સ્થાન પર છે.
રિહાના ચોથા તો ક્રિસ્ટીયાનો રોનાલ્ડો પાંચમાં સથાન પર
જાણીતી ગાયક રિહાના આ યાદીમાં ચોથા સ્થાન પર છે. ટ્વિટર પર તેના 10 કરોડ 26 લાખ ફોલોઅર્સ છે. રિહાના મોટેભાગે પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પોતાની રેલીમાં તેના ગિતનો ઉપયોગને લઈને ટ્રમ્પની ટીકા કરતું રિહાનાનું ટ્વીટ ખાસ ચર્ચામાં આવ્યું હતું.
પોર્ટુગલના જાણીતી ફુટબોલ ખેલાડી ક્રિસ્ટીયાનો રોનાલ્ડો આ યાદીમાં પાંચમાં સ્થાન પર છે. તેના ટ્વિટર પર 9 કરોડ 31 લાખ ફોલોઅર્સ છે. તેની સાથે જ તે ટ્વિટર પર સૌથી વધારે પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં ચોથા સ્થાન પર છે.
આ છે ટ્વિટર પર ફોલો થનાર વિશ્વની ટોપ-10 સેલિબ્રિટીઓની યાદી
નામ ટ્વિટર પર ફોલોઅર્સ
- બરાક ઓબામા 98 કરોડ
- જસ્ટિન બીબર 38 કરોડ
- કૈટી પેરી 88 કરોડ
- રિહાના 26 કરોડ
- ક્રિસ્ટીયાનો રોનાલ્ડો 31 કરોડ
- ટેલર સ્વિફ્ટ 85 કરોડ
- લેડી ગાગા 36 કરોડ
- એરીઆના ગ્રાન્ડે 36 કરોડ
- એલન ડીજેનેરસ 80 કરોડ
- કિમ કારદાશિયાં 7 કરોડ