અલાસ્કાના પરીવિસથી 91 કિમી પૂર્વ-દક્ષિણમાં 8.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. અમેરિકાની સરકારે અલાસ્ક્રાના આ વિસ્તાર માટે સુનામીની ચેતવણી આપી છે. યુનાઈડેટ સ્ટેટ્સ જિયોલોજીકલ સર્વેએ ગુરુવારે જાણકારી આપતા કહ્યું કે, સુનામી આવી શકે છે. અત્યાર સુધી જાન માલના નુકસાનના કોઈ સમાચાર નથ.
યુએસ જિઓલોજિકલ સર્વેએ એક નિવેનદનમાં જણાવ્યું, આગામી ત્રણ કલાકની અંદર સુનામી આવી શકે છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર હેશટેગ અલાસ્કા અર્થક્વેક, હેશટેગ અલાસ્કા ટ્રેન્ડ થઈ રહ્યું છે.
ભૂકંપ આવે ત્યારે બચવા શું કરશો
- ભૂકંપ આવતા જો તમે ઘરમાં છો તો જમીન પર બેસી જાવ.
- મજબૂત ટેબલ કે કોઈ ફર્નીચરની નીચે શરણ લો.
- ટેબલ ન હોય તો હાથ વડે ચેહરા અને માથાને ઢાંકી લો.
- ઘરના કોઈ ખૂણામાં જતા રહો.
- કાંચ બારીઓ દરવાજા અને દિવાલથી દૂર રહો.
- પથારી પર છો તો સૂઈ રહો. ઓશિકા વડે માથુ ઢાંકી લો.
- આસપાસ ભારે ફર્નીચર હોય તો તેનાથી દૂર રહો.
- લિફ્ટનો ઉપયોગ કરતા બચો..
- પેંડુલમની જેમ હલીને દિવાલ સાથે લિફ્ટ અથડાઈ શકે છે
- લાઈટ જવાથી પણ લિફ્ટ રોકાય શકે છે.
- નબળી સીઢીઓનો ઉપયોગ ન કરો..
- સામાન્ય રીતે બિલ્ડિંગોમાં બનેલ સીઢીયો મજબૂત નથી હોતી.
- ઝટકો આવતા સુધી ઘરની અંદર જ રહો
- આંચકા આવતા બંધ થાય ત્યારે બહાર નીકળો.