આ વીડિયો ટવિટર પર @DailySabah શેર કર્યો છે. તેમના જણાવ્યાં મુજબ બુધવારે તુર્કીના ઇસ્તાંબુલમાં આગ લાગી હતી. અહીં ચોથા ફ્લોર પર ચાર બાળકો સાથે મહિલા ફસાઇ હતી. મહિલાએ ચારેય બાળકોને એક પછી એક બારીથી નીચે ફેંકી દીધા. સદભાગ્ય એ રહ્યું કે બાળકોને નીચે ઉભેલા લોકોએ ધાબળામાં કેચ કરી લીધા. ચારેય બાળકોની જિંદગી બચી ગઇ.
સ્થાનિક પ્રત્યક્ષદર્શીના જણાવ્યાં મુજબ બિલ્ડિંગમાંથી અચાનક ધૂમાડો નીકળવા લાગ્યો હતો આ સાથે બાળકોની ચીસો પણ સંભળાતી હતી. જો કે આ સમયે મહિલા અને સ્થાનિક લોકોની સતકર્તાના કારણે બધાનું જીવ બચી ગયો. મહિલાએ ઉપરથી ચારેય બાળકોને નીચે ફેંક્યાં અને બાળકોને સ્થાનિક લોકોએ બેન્કેટમાં કેચ કરી લીધા, ત્યાં સુધીમાં ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને આગ બુઝાવી હતી,. ઘટનાથી લોકો ભાવુક થઇ ગયા હતા અને મહિલાની પ્રશંસા કરી રહ્યાં છે.