ઈટલી: તમે ખાસ કરીને ક્રિકેટ, ફૂટબોલ કે અન્ય કોઈ રમત દરમિયાન ઘણીવાર લોકોને પોતાની પ્રેમિકાને પ્રેમનો ઈઝહાર કરતા જોયા કે સાંભળ્યું હશે. પરંતુ શું તમે ક્યારેક સાંભળ્યું છે કે કોઈ સાંસદે સંસદના ચાલુ સત્ર દરમિયાન પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરી હોય ?. ઈટાલીની સંસદમાં આવું જ કંઈક જોવા મળ્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. સાંસદનો પ્રેમિકાને લગ્ન માટે પ્રપોઝ કરવાનો અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે.

ઈટાલીમાં સાંસદ ફ્લેવિયો ડી મુરોએ સંસદમાં જ્યારે ચર્ચા ચાલી રહી હતી ત્યારે પોતાની ગર્લફ્રેન્ડને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. એટલું જ નહીં તેમણે વીંટી પણ કાઢી હતી અને એલિસા ડી લિયોને કહ્યું હતું કે શું તમે મારી સાથે લગ્ન કરશો ? આ દ્રશ્યને ત્યાં હાજર બધા હેરાન થઈ ગયા હતા અને બાદમાં હસવા લાગ્યા હતા. એલિસા પણ ફ્લેવિયોના લગ્નનો પ્રપોઝલને હા કહ્યું હતું. જેના બાદ ઇટાલિયન સંસદના તમામ સભ્યોએ તેમને શુભેચ્છા પાઠવી હતી.



જો કે,સંસદના સ્પીકર રૉબર્ટો ફિકોએ ચર્ચા દરમિયાન લગ્નનો પ્રપોઝ કરવા પર નારાજગી વ્યક્ત કરી હતી. અને કહ્યું તમારા આ કાર્યથી પ્રભાવિત થયો પરંતુ ચાલુ સત્રમાં હસ્તક્ષેપ કરવું ઠીક નથી.