એક રિપોર્ટ અનુસાર, કોર્ટે પોતાના નિર્ણયમાં લખ્યું કે જો પરવેઝ મુશર્રફની મોત તેમની સજા અગાઉ થઇ જાય છે તો તેમની લાશને ઇસ્લામાબાદના ડી ચોક પર ત્રણ દિવસ સુધી લટકાવી રાખવામાં આવે. પાકિસ્તાન ટુડેના રિપોર્ટ અનુસાર, કોર્ટે ચુકાદામાં લખ્યું છે કે એ સમયના કોર કમાન્ડર કમિટી જેમાં તમામ ખાદીધારી અધિકારી, તમામ સમયે, તમામ સ્થળે મુશર્રફની સંભાળ રાખનારા પુરી રીતે મુશર્રફના કાર્યોમાં સંડોવાયેલા છે.
કોર્ટે કહ્યું કે, અમે તપાસ એજન્સીઓને નિર્દેશ આપીએ છીએ કે ભાગેડુ-દોષિતની ધરપકડ કરવા માટે પુરી તાકાત લગાવવામાં આવે અને સુનિશ્વિત કરવામાં આવે કે તેમને કાયદાકીય રીતે સજા આપવામાં આવે. જો તેઓ મૃત હાલતમાં મળે છે તો તેમના મૃતદેહને ઇસ્લામાબાદના ડી ચોક પર ઘસેડીને લાવી ત્રણ દિવસ સુધી લટકાવી રાખવામાં આવે.
કોર્ટના નિર્ણય પર મુશર્રફે કહ્યું કે, દેશદ્રોહના મામલામાં કોર્ટે સંભળાવેલી મોતની સજા અંગત બદલા પર આધારિત છે. જોકે, કોર્ટના આ ચુકાદાનો સૈન્યએ વિરોધ કર્યો હતો.