રેસિંગ જગતમાંથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં થયેલા વિમાન દુર્ઘટનાથી NASCAR સમુદાયને ઘેરા આઘાતમાં મૂકી દીધો છે. ગુરુવારે સવારે ઉત્તર કેરોલિનામાં સ્ટેટ્સવિલે પ્રાદેશિક એરપોર્ટ નજીક એક ખાનગી વિમાન ક્રેશ થયું હતું, જેમાં નિવૃત્ત NASCAR ડ્રાઇવર ગ્રેગ બિફલ, તેમની પત્ની અને તેમના બાળકો સહિત સાત લોકોના મોત થયા હતા. આ અકસ્માતે સમગ્ર રેસિંગ જગતમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.

Continues below advertisement

અધિકારીઓના જણાવ્યા અનુસાર, સેસના C550 બિઝનેસ જેટ સવારે લગભગ 10 વાગ્યે સ્ટેટ્સવિલે એરપોર્ટથી ફ્લોરિડા માટે રવાના થયું હતું. જોકે, ટેકઓફ કર્યાના થોડા સમય પછી, પાઇલટે એક સમસ્યા જોઇ અને વિમાનને એરપોર્ટ પર પાછું લાવવાનો પ્રયાસ કર્યો. આ સમય દરમિયાન, વિમાને કાબુ ગુમાવ્યો અને જમીન પર ક્રેશ થયું. આ અકસ્માતના કારણે ભયંકર આગ લાગી, જેમાં તમામ મુસાફરોના મોત થયા.

આ ભયાનક અકસ્માત શાર્લોટથી આશરે 72 કિલોમીટર ઉત્તરમાં થયો હતો. નોર્થ કેરોલિના સ્ટેટ હાઇવે પેટ્રોલના જણાવ્યા અનુસાર, વિમાન ઝડપથી નીચે ઉતર્યું અને આગમાં ભડથું ગઇ ગયુ. તે સમયે આ વિસ્તારમાં હળવો વરસાદ પડી રહ્યો હતો. જે કંપનીમાં વિમાન નોંધાયેલું હતું તે કંપની ગ્રેગ બિફલ સાથે સંકળાયેલી હોવાનું માનવામાં આવે છે.

Continues below advertisement

ગ્રેગ બિફલ તેમની પત્ની ક્રિસ્ટીના, તેમના પાંચ વર્ષના પુત્ર રાયડર અને તેમની 14 વર્ષની પુત્રી એમ્મા સાથે ફ્લાઇટમાં હતા. નજીકના કૌટુંબિક મિત્રો અને તેમના બાળકો પણ ફ્લાઇટમાં હતા. પરિવાર તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ તેમના જીવનની સૌથી મોટી દુર્ઘટના છે અને આ નુકસાન ક્યારેય ભરપાઈ થઈ શકશે નહીં.

અકસ્માત સમયે નજીકના લેકવુડ ગોલ્ફ ક્લબમાં હાજર લોકો દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. ગોલ્ફ કોર્સના એક ભાગમાં કાટમાળ ફેલાયેલો હતો. આ અકસ્માત હાલમાં નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ અને ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન દ્વારા તપાસ હેઠળ છે. તપાસ પૂર્ણ થયા પછી જ અકસ્માતનું ચોક્કસ કારણ નક્કી કરવામાં આવશે.