Bangladesh Violence: 19 ડિસેમ્બરે વિદ્યાર્થી બળવાખોર નેતા શરીફ ઉસ્માન હાદીના મૃત્યુ બાદ, બાંગ્લાદેશમાં વ્યાપક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા છે.. ઢાકામાં જાહેર આક્રોશ વચ્ચે, ઘણા વિરોધીઓએ બાંગ્લાદેશના અગ્રણી દૈનિક અખબારો અને અખબારોના કાર્યાલયોમાં તોડફોડ કરી હતી. યુનુસે હાદીના હત્યારાઓને ઝડપી લેવા માટે ઝડપી કાર્યવાહીનું વચન આપ્યું હતું અને રાજ્ય શોકનો દિવસ જાહેર કર્યો હતો.
બાંગ્લાદેશમાં જુલાઈ બળવાના અગ્રણી નેતા અને ઇન્કલાબ મંચના પ્રવક્તા શરીફ ઉસ્માન હાદીનું ગુરુવારે રાત્રે સિંગાપોરની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું, છ દિવસ સુધી તેઓ જિંદગી અને મૃત્યુ વચ્ચેની લડત લડી રહ્યાં હતા. આખરે જિંદગી હારી ગઇ. ગત અઠવાડિયે અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા હાદીને માથામાં ગોળી મારી દેવામાં આવી હતી, જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. રાષ્ટ્રને સંબોધતા, વચગાળાના સરકારના વડા મોહમ્મદ યુનુસે કહ્યું, "આજે હું તમારા માટે ખૂબ જ દુઃખદ સમાચાર લઈને આવ્યો છું. જુલાઈ બળવાના નિર્ભય યોદ્ધા અને ઇન્કલાબ મંચના પ્રવક્તા શરીફ ઉસ્માન હાદી હવે આપણી વચ્ચે નથી."
શુક્રવારની નમાજ પછી ગોળીબાર
ઢાકા ટ્રિબ્યુન અનુસાર, ઇન્કલાબ મંચના કાર્યકર્તા મોહમ્મદ રફી (જે હાદીની પાછળ બીજી રિક્ષામાં સવાર હતા) એમને જણાવ્યું કે, શુક્રવારની નમાજ પછી (12 ડિસેમ્બર) તેઓ બપોરના ભોજન માટે હાઇકોર્ટ વિસ્તાર તરફ જઈ રહ્યા હતા. વિજયનગર પહોંચ્યા પછી, સ્કૂટર પર આવેલા બે માણસોએ હાદી પર ગોળીબાર કર્યો અને ભાગી ગયા હતા.
આરોપીઓને ટૂંક સમયમાં ઝડપી લેવામાં આવશે: મોહમ્મદ યુનુસેહાદીના મૃત્યુ પર રાષ્ટ્રને સંબોધતા, મોહમ્મદ યુનુસે કહ્યું, "ઉસ્માન હાદીનું મૃત્યુ દેશના રાજકીય અને લોકશાહી જીવન માટે એક મોટું નુકસાન છે. સરકાર શહીદ ઉસ્માન હાદીની પત્ની અને તેમના એકમાત્ર બાળકની જવાબદારી લેશે. હાદીની હત્યામાં સામેલ તમામ લોકોને ટૂંક સમયમાં ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે અને તેમને કડક સજા આપવામાં આવશે. આ કેસમાં કોઈ પણ પ્રકારની ઢીલ રાખવામાં આવશે નહીં."
દેશના સૌથી મોટા અખબારની ઓફિસમાં તોડફોડજુલાઈના બળવાના અગ્રણી નેતા શરીફ ઉસ્માન હાદીના મૃત્યુ પર વ્યાપક આક્રોશ વચ્ચે, વિરોધીઓએ દેશના સૌથી મોટા અખબાર, ડેઇલી પ્રોથોમ આલોના કાર્યાલયમાં તોડફોડ કરી. ઢાકામાં ડેઇલી સ્ટાર અખબારની ઇમારત પર પણ હુમલો કરવામાં આવ્યો.
હાદીને એરલિફ્ટ કરીને સિંગાપોર લઈ જવામાં આવ્યોઉસ્માન હાદીને 15 ડિસેમ્બરના રોજ બાંગ્લાદેશથી સિંગાપોર જનરલ હોસ્પિટલ (SGH) ના ન્યુરોસર્જિકલ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં તાત્કાલિક તબીબી સારવાર માટે એરલિફ્ટ કરીને લઈ જવામાં આવ્યા હતા. તો. બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં માથામાં ગોળી વાગ્યાના થોડા દિવસ પછી તેને એરલિફ્ટ કરીને સિંગાપોર લઈ જવામાં આવ્યો હતા.