Pakistan General Election live results: પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે શુક્રવારે  ચૂંટણીમાં જીતનો દાવો કરતાં કહ્યું હતું કે તેમનો રાજકીય પક્ષ વોટમાં સૌથી મોટા તરીકે ઉભરી આવ્યો છે અને ગઠબંધન સરકાર બનાવવા અંગે ચર્ચા કરશે.


શરીફે જાહેર કર્યું ન હતું કે તેમની પાર્ટીએ કેટલી બેઠકો જીતી છે અને ચૂંટણીમાં ગયેલી 265 બેઠકોમાંથી છેલ્લી કેટલીક બેઠકો પર ગણતરી ચાલી રહી છે.


 


ચૂંટણી પેનલ દ્વારા પ્રકાશિત કરાયેલી તાજેતરની ગણતરી દર્શાવે છે કે તેમની પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) 42 બેઠકો જીતી છે, જે સરકાર બનાવવા માટે દાવો કરવા માટે જરૂરી 133 માર્કથી ઘણી ઓછી છે. શરીફે કહ્યું કે તેમના ડેપ્યુટીઓ બીજા રાજકીય પક્ષોને પછીથી મળીને ગઠબંધન સરકાર બનાવવા અંગે વાત કરશે.


તો બીજી તરફ ઈમરાન ખાનના સમર્થકો ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ લગાવ્યો છે. ઈમરાન ખાનના સમર્થકો દેશના 19 થી વધુ શહેરોમાં ખૂબ જ હિંસક પ્રદર્શન કરી રહ્યા છે અને તેઓ એ  પરિણામોમાં ગેરરીતિનો આરોપ લગાવ્યો છે. હિંસા સતત વધી રહી છે. સમર્થકો અને પોલીસ વચ્ચે હિંસા દરમિયાન ગોળીબારમાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું છે. પાકિસ્તાનમાં સ્થિતિ ઝડપથી બગડી રહી છે. પીટીઆઈએ દાવો કર્યો છે કે હિંસામાં અડધા ડઝનથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે.