કોરોનાના નવા સ્ટ્રેનથી ગભરાઈ આ જાણીતા દેશની સરકાર, બીજા વિશ્વ યુદ્ધ બાદ પ્રથમ વાર લગાવશે કર્ફ્યુ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Jan 2021 12:32 PM (IST)
નેધરલેંડમાં કર્ફ્યુ સ્થાનિક સમય પ્રમાણે રાત્રે 8.30 કલાથ સવારે 4.30 વાગ્યા સુધી લાગુ રહેશે. કર્ફ્યુમાં માત્ર મેડિકલ ઈમરજન્સી અને જરૂરી સેવાઓને જ છૂટછાટ અપાશે.
Coronavirus New Variant: નેધરલેંડમાં ડચ સરકારે બુધવારે રાષ્ટ્રવ્યાપી કર્ફ્યુ અને દક્ષિણ આફ્રિકા સહિત બ્રિટનનની ઉડાન પર બેન લગાવવાનો પ્રસ્તાવ રાખ્યો છે. આ કર્ફ્યુ બીજા વિશ્વ યુદ્ધ બાદ પ્રથમ વખત લગાવવામાં આવી રહ્યો છે. સરકાર કડક પગલું કોરોના વાયરસના નવા સ્ટ્રેનને કાબુ કરવા ઉઠાવી રહી છે. પ્રધાનમંત્રી માર્ક રૂટે કહ્યું કે, મંજૂરી માટે પ્રસ્તાવને આજે સંસદમાં રજૂ કરવામાં આવશે અને ગ્રીન સિગ્નલ મળ્યા બાદ શુક્રવારથી કર્ફ્યુ નાંખી દેવામાં આવશે. નેધરલેંડમાં ફફડાટ નેધરલેંડમાં કર્ફ્યુ સ્થાનિક સમય પ્રમાણે રાત્રે 8.30 કલાથ સવારે 4.30 વાગ્યા સુધી લાગુ રહેશે. કર્ફ્યુમાં માત્ર મેડિકલ ઈમરજન્સી અને જરૂરી સેવાઓને જ છૂટછાટ અપાશે. કર્ફ્યુનું ઉલ્લંઘન કરનારાને 95 યુરોનો દંડ ભરવો પડશે. નેધરલેંડમાં કોરોનાના નવા સ્ટ્રેનથી ફફડાટ ફેલાઈ ગયો છે. બીજા વિશ્વયુદ્ધ બાદ પ્રથમવાર રાષ્ટ્રવ્યાપી કર્ફ્યુ તેમણે કહ્યું, સ્કૂલ અને બિન જરૂરી દુકાનોને પહેલાથી જ બંધ કરી દેવામાં આવી છે. આ કાર્યવાહી બાર અને રેસ્ટોરંટ બંધ કર્યાના બે મહિના પહેલા કરાઈ હતી. ગત સપ્તાહે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ વખતે લોકડાઉન 9 ફેબ્રુઆરી સુધી રહેશે. નેધરલેંડમાં કોરોના વાયરસનું સંક્રમણ છેલ્લા ત્રણ સપ્તાહથી ઝડપથી વધી રહ્યું છે. સ્વાસ્થ્ય અધિકારીઓના કહેવા મુજબ, જો સોશિયલ ડિસ્ટેંસિંગના નિયમો કડક નહીં બનાવવામાં આવે તો નવા વેરિયન્ટથી આગામી મહિના સુધી સંક્રણ વધુ ઝડપથી ફેલાશે.