સમગ્ર દુનિયામાં કોરોનાને હાહાકાર મચાવી દીધો છે ત્યારે કોરોનાને ફેલાતો રોકવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. કોરોનાની વેક્સીનને શોધવા વૈજ્ઞાનિકો રાત દિવસ મહેનત કરી રહ્યાં છે હાલ વેક્સીનને સફળ પરિક્ષણ કરવામાં આવી રહ્યાં છે. જોકે હાલ એવું કહેવામાં આવી રહ્યું છે ટૂંક સમયમાં કોરોનાની વેક્સીન માર્કેટમાં આવી જશે ત્યારે કોરોના વાયરસનો ચેપ લાગ્યા બાદ તેના લક્ષણો વર્તાવાનો સમયગાળો 5 દિવસ નહીં પરંતુ 8 દિવસ લાંબો હોય છે તેવું એક નવા અભ્યાસમાં ખુલાસો થયો છે.
કોરોના વાયરસને લઈને અનેક દાવા અને અનેક રિસર્ચ કરવામાં આવ્યું છે જ્યારે અભ્યાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. કોરોના વાયરસનો ચેપ લાગ્યા ત્યાર બાદ કોરોનાના લક્ષણો વરતાવાનો સમયગાળો પાંચ દિવસ નહીં પરંતુ અંદાજે 8 દિવસ લાંબો હોઈ શકે છે તેમ એક નવા અભ્યાસમાં ખુલાસો થયો છે.
ચીનની પેકિંગ યુનિવર્સિટીના વિજ્ઞાનીએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસના લક્ષણો ચેપ લાગ્યાના 5 દિવસમાં કોરોનાની અસર જોવા મળે છે તેવો વર્તમાન અંદાજ મર્યાદિત ડેટા અને નાની સંખ્યાના સેમ્પલ સાઈઝ પર આધારિત હતો. જ્યારે હાલના અભ્યાસમાં કોરોનાના 1084 દર્દીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો જે તમામ વુહાનના રહેવાસી છે અને તેમની પ્રવાસની વિગતો પ્રાપ્ય છે.
નવા અભ્યાસમાં કોરોનાને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. સાયન્સ એડવાન્સીસ નામના જર્નલમાં પ્રકાશિત અભ્યાસમાં જણાવ્યું હતું કે, જે જગ્યાએથી કોરોના વાયરલ ફેલાય તે વુહાનમાંથી રવાના થયેલા લોકોની ઓળખ કરીને તેમનામાં કોરોનાના લક્ષણો દેખાવાના શરૂ થયા ત્યાં સુધી તેની પર બાજ નજર રાખવામાં આવી હતી.
કોરોનાના ચેપને લઈને એક અભ્યાસ કરવામાં આવ્યો હતો જેમાં ખુલાસો થયો હતો કે, કોરોનાનો ચેપના લક્ષણો વર્તાવાનો અંદાજીત 8 દિવસ જણાયો છે જ્યારે 10 ટકા દર્દીઓમાં આ સમયગાળો 15 દિવસનો જણાયો હતો. આ તારણોને આધારે આરોગ્યા વિભાગના કર્મચારીઓ 14 દિવસના ક્વોરોન્ટાઈન માટેનો આગ્રહ રાખે છે.
કોરોનાનાં લક્ષણ કેટલા દિવસે દેખાય છે? નવા અભ્યાસમાં શું થયો ચોંકાવનારો ખુલાસો?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Aug 2020 10:51 AM (IST)
સમગ્ર દુનિયામાં કોરોનાને હાહાકાર મચાવી દીધો છે ત્યારે કોરોનાને ફેલાતો રોકવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. કોરોનાની વેક્સીનને શોધવા વૈજ્ઞાનિકો રાત દિવસ મહેનત કરી રહ્યાં છે હાલ વેક્સીનને સફળ પરિક્ષણ કરવામાં આવી રહ્યાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -