કોલંબો: શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષે આજે ઐતિહાસિક બૌદ્ધ વિહારમાં દેશના પ્રધાનમંત્રી તરીકે ચોથી વખત શપથ લેશે. એક સત્તાવાર નિવેદન અનુસાર, શ્રીલંકા પીપુલ્સ પાર્ટી( SLPP)ના 74 વર્ષીય નેતા મહિંદા રાજપક્ષે ઉત્તર કોલંબોના ઉપનગર કેલાનિયામાં સ્થિત રાજમહા વિહારમાં નવમી સંસદ માટે શપથ ગ્રહણ કરશે.
સામાન્ય ચૂંટણીમાં રાજપક્ષે પરિવારની શ્રીલંકા પીપુલ્સ ફ્રન્ટ (SLPP)એ બે-તૃતીયાંશ બહુમતીથી જીત હાંસલ કરી છે, જેમની પાર્ટીને પ્રસ્તાવિત 'બંધારણીય પરિવર્તનો'ને પૂરાં કરવાં માટે જરૂર પણ હતી. પાર્ટીએ કુલ 225માંથી 145 સીટ અને સહયોગી દળો સાથે કુલ 150 સીટ જીતી છે. 68 લાખ મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને મતદાન 59.9 ટકા રહ્યું.
રાજપક્ષેના પરિવારનો શ્રીલંકાની રાજનીતિમાં ગત બે દશકથી દબદબો રહ્યો છે. મહિંદા રાજપક્ષે 2005થી 2015 સુધી શ્રીલંકાના રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે
સંસદીય ચૂંટણીમાં સૌથી મોટો ઝટકો પૂર્વ પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘેની યુનાઈટેડ નેશનલ પાર્ટીને લાગ્યો છે, જે માત્ર એક સીટ જ જીતી શકી છે. દેશની સૌથી જૂની પાર્ટી 22 જિલ્લામાં એક પણ સીટ જીતવામાં નિષ્ફળ રહી.
મહિંદા રાજપક્ષે ચોથી વખત લેશે શ્રીલંકાના પ્રધાનમંત્રી પદના શપથ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Aug 2020 08:50 AM (IST)
રાજપક્ષેના પરિવારનો શ્રીલંકાની રાજનીતિમાં ગત બે દશકથી દબદબો રહ્યો છે. મહિંદા રાજપક્ષે 2005થી 2015 સુધી શ્રીલંકાના રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -